બે મહિનાની બાળકીને ઉપરાછાપરી ર૦ હાર્ટએટેક

મુંબઇ: જેને રામ રાખે તેને કોણ ચાખે એ ઉકિતને સાર્થક કરતી એક ઘટના મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ઘટી છે. અહીં બે મહિનાની એક બાળકીને બે મહિનામાં ઉપરાછાપરી ર૦ હાર્ટએટેક આવવા છતાં તે બચી જવા પામી છે.

શહેરના સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે બે મહિનાની બાળકી અદિતિ પર એક અનોખી કાર્ડિયાક સર્જરી હાથ ધરવામાં આવી હતી અને હવે તે ભયમુકત છે. ડોકટરોના જણાવ્યા પ્રમાણે માસૂમ અદિતિ હવે રિકવર થઇ રહી છે અને આઠ-નવ મહિના બાદ તે સામાન્ય જીવન જીવી શકશે.

અદિતિ હૃદયની ભાગ્યે જ થતી એવી જન્મજાત ખામી સાથે જન્મી હતી અને તેના કારણે તેને બે મહિનાની નાની વયે મલ્ટિપલ હાર્ટએટેકનો સામનો કરવો પડયો હતો. ડોકટરોના જણાવ્યા પ્રમાણે આવી દુર્લભ ખામી ત્રણ લાખ બાળકોએ એકને હોઇ શકે છે. હૃદયના કોષો એકબીજા સાથે જોડાયેલા નહીં હોવાથી આ સમસ્યા ઊભી થાય છે. જેના કારણે હૃદયને પૂરતો ઓકિસજન અને રકતપ્રવાહ મળતો નથી.

અદિતિની ઇકો કાર્ડિયોગ્રાફી કરવામાં આવતાં તેની આર્ટરીનું મૂળ અત્યંત એબ્નોર્મલ જણાયું હતું. જેના કારણે તેના હૃદયમાંથી આવતો મોટા ભાગનો રકત પ્રવાહ બીજે ફંટાઇ જતો હતો અને હૃદય સુુધી પણ પૂરતું લોહી પહોંચતું નહોતું.

You might also like