મહારાષ્ટ્રમાં ખેડૂતોનું દેવુ માફ : નેતાઓ પોતાનાં પગાર આપી દેશે

મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને ઐતિહાસિક ભેટ આપી છે. ફડણવીસ સરકારે ખેડૂતોના ડોઢ લાખ રૂપિયા સુધીની લોનને માફ કરી દેવાનો નિર્ણય લીધો છે. જેથી 90 ટકા ખેડૂતોને ફાયદો મળશે.

ખેડૂતોની લોન માફ કરવાની આ યોજનાને છત્રપતિ શિવાજી મહારાજ કૃષિ સમ્માન નામ આપવામાં આવ્યું છે. જો કે આ હેઠશ સરકારી કર્મચારીઓને લાભ નહીં મળે. સાથે જ નિયમિત રીતે દેવું ભરનારા ખેડૂતોને 25 ટકા રિટર્ન આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે લોન આપી ખેડૂતોને આ દેવા માફીની ભેટ આપી છે.

ફડણવીસ સરકારે આ નિર્ણયથી સરકારી કોષ પર 34 હજાર કરોડનો બોજો નાખ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આનો સંપૂર્ણ બોજો સરકાર પર આવશે.

આ માટે સરકાર પોતાના ખર્ચામાં કપાત કરશે. સાથે જ આ માટે બધા ધારાસભ્યો અને મંત્રીઓ પોતાની એક મહિનાની સેલેરી આપશે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં ખેડૂતોનું આંદોલન ચર્ચામાં હતું.

You might also like