ડાન્સ બારો વિરૂદ્ધ કાયદો લાવશે સરકાર: ફડણવીસ

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ડાન્સ બારોને ફરીથી ખુલતાં અટકાવવા માટે બુધવારથી શરૂ થઇ રહેલા બજેટ સત્રમાં એક ખરડો લાવવામાં આવશે.

આ જાહેરાત સુપ્રીમ કોર્ટ દ્વારા ગત અઠવાડિયે આપેલા તે આદેશને ધ્યાનમાં રાખતાં આવી છે જેમાં ભાજપના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારને કહેવામાં આવ્યું હતું કે તે ડાન્સબાર માલિકોને સુધારેલી માર્ગદર્શિકા અને નિર્દેશોના પાલન પર 10 દિવસની અંદર લાઇસન્સ આપે.

દેવેન્દ્ર ફડણવીસે બજેટ સત્રની પૂર્વ સંધ્યા પર કહ્યું હતું કે ‘અમે આ બજેટ સત્રમાં મજબૂત કાયદો લાવીશું જે ડાન્સબારોને રાજ્યમાં ફરીથી ખોલતાં રોકશે. જ્યારે અમે વિપક્ષમાં હતા, અમે આ સંબંધિત ખરડાને મંજૂર કરાવવા માટે બે વખત કોંગ્રેસ અને એનસીપીનું સમર્થન કર્યું. આજે જ્યારે અમે ઇમાનદારીથી કેટલાક પ્રયત્ન કરી રહ્યાં છીએ તો વિપક્ષ આ મુદ્દે રાજકારણ રમી રહ્યું છે.’

You might also like