જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો સંજય દત્તને ફરી જેલમાં મોકલો : મહારાષ્ટ્ર સરકાર

નવીદિલ્હી : સંજયદત્ત માટે એક ખરાબ સમાચાર છે. મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટને કહ્યું કે, જો કોર્ટને લાગે છે કે સંજયદત્તને પરોલ આપવામાં નિયમોની અવગણલના કરવામાં આવી છે, તે સંજય દત્તને પાછો જેલમાં મોકલી શકે છે. ગત્ત મહિને બોમ્બે હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો હતો કે 57 વર્ષનાં સંજયદત્તને તેની 5 વર્ષની સજા કંપ્લીટ કરતા પહેલા કેમ છોડી મુકવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે, સંજયદત્તને તેની સજા પુરી થયાનાં 8 મહિના પહેલા જ તેનાં સારા વર્તનને ધ્યાને રાખીને છોડી મુકવામાં આવ્યો હતો. આજ જજે તેમનાં સારા વર્તન માટેના માપદંડોને રજુ કરવા માટે સરકારને આદેશ આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે, સંજય દત્ત ઘણી વખત જેલની બહાર આવ્યા અને તેમને 100થી વધારે એવા દિવસો મળ્યા છે જ્યારે તે બહાર હતો.

હાલ સવાલો ઉઠી રહ્યા છે કે સજા માફીથી માંડીને બહાર આવવા જવાનો આ સમગ્ર મામલો શું તેમને તેમનાં વીઆઇપી સ્ટેટસનાં કારણે મળ્યો છે. તેને આ વાતને ચેક કરવાનો સમય ક્યારે મળ્યો જ્યારે અડધો સમય તો તે પેરોલ પર જેલની બહાર જ હતો.

You might also like