મુંબઇમાં કોલેજનાં વિદ્યાર્થીઓ વાંચશે શ્રીમદ ભગવદ્દગીતા, ફડણવીસ સરકારે રજૂ કર્યો આદેશ

મુંબઇઃ મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે મુંબઈમાં મહાવિદ્યાલયનાં વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્દગીતાનું વેચાણ કરવાનો આદેશ કર્યો છે. જો કે આ મુદ્દે એક નવો વિવાદ સર્જાયો છે. ઉચ્ચ શિક્ષા નિર્દેશાલયે આ સંબંધમાં એવો પરિપત્ર જાહેર કર્યો છે કે જેનાં અનુસાર મુંબઈમાં નેક (એનએએસી)ની એ અને એ પ્લસ શ્રેણીનાં ગેર સરકારી સહાયતા પ્રાપ્ત કરનાર 100 કોલેજોમાં વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્દગીતા વહેંચવામાં આવશે.

ઉચ્ચ શિક્ષા નિર્દેશાલય તરફથી જાહેર કરાયેલાં પરિપત્રમાં વિદ્યાર્થીઓમાં શ્રીમદ ભગવદ્દગીતા વિતરણ સંબંધી આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું કે, મહાવિદ્યાલયનાં પ્રાચાર્ય તેની રસીદ પણ વિભાગોને મોકલે.

તેનાં પર કોંગ્રેસ અને એનસીપીનાં નેતાઓએ ભાજપાનીત સરકાર પર શિક્ષા વિભાગ મારફતે હિંદુત્વવાદી એજન્ડા લાગુ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. વિપક્ષે એવો સવાલ ઊભો કર્યો છે કે કોલેજનાં વિદ્યાર્થીઓને જ ફક્ત શ્રીમદ ભગવદ્દગીતા જ કેમ વહેંચવામાં આવી રહી છે.

દેશ ધર્મ નિરપેક્ષ છે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મ નિરપેક્ષ વાતાવરણ હોવું જોઈએ. વિધાનસભામાં એનસીપી દળનાં નેતા જયંત પાટિલે શિક્ષણમંત્રી વિનોદ તાવડેનાં ધાર્મિક જ્ઞાન પર જ સવાલ ઉઠાવ્યો કે તેમણે કહ્યું કે, શિક્ષામંત્રીએ આ નિર્ણય મીડિયામાં સમાચારોમાં રહેવા માટે લીધો છે.

ત્યાં જ શિક્ષામંત્રી વિનોદ તાવડેએ કહ્યું કે કોંગ્રેસ, એનસીપી અને સમાજવાદીઓને સ્પષ્ટ કરવું જોઇએ કે શું શ્રીમદ ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણએ ખોટો ઉપદેશ આપ્યો છે. એટલાં માટે વિદ્યાર્થીઓમાં આને વહેંચવામાં ના આવે.

આ સાથે જ તેઓએ સફાઇ આપી કે સરકાર તરફથી આવો કોઇ જ આદેશ આપવામાં નથી આવ્યાં અને ન તો શ્રીમદ ભગવદ્દગીતાને માટે કોઇ રૂપિયા આપવામાં પણ નથી આવ્યાં. ભક્તિ વેદાંત બુક ટ્રસ્ટે મહાવિદ્યાલયોમાં શ્રીમદ ભગવદ્દગીતાનાં 18 ખંડનું વિતરણ મફતમાં કરવામાં આવેલ છે.

You might also like