મહારાષ્ટ્ર : ઇદને ડ્રાય ડે જાહેર કરવા મુદ્દે સરકાર પર ‘ધર્મ’ સંકટ

મુંબઇ : મહારાષ્ટ્ર સરકાર એક વિચિત્ર ‘ધર્મ સંકટ’માં ફસાયેલી હોય તેવું લાગે છે. 25 તારીખે ક્રિસમસ અને 24નાં રોજ ઇદમિલાદ ઉન નબી છે. મુદ્દો એવો છે કે બે ધર્મોનો તહેવાર એક દિવસનાં અંતરે છે. મુસ્લિમ ધારાસભ્યોનાં એખ સમૂહે મહારાષ્ટ્ર સરકારને 24 ડિસેમ્બરનાં રોજ દારૂનાં વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. મુસ્લિમ નેતાઓએ મહાવીર અને ગાંધી જયંતીનો હવાલો આપતા 24મી તારીખે ડ્રાઇ ડે રાખવાની માંગણી કરી છે. જ્યારે તેનાં આગલા દિવસે જ ક્રિસમસ છે.
કેબિનેટ મંત્રી એકનાથ ખડસેએ જણાવ્યું કે એવું પહેલીવાર થયું છે જ્યારે સરકારની પાસે ઇદ મિલાદ ઉન નબીનાં પ્રસંગે દારૂ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરવામાં આવી છે. તેની પહેલા કોઇ ધારાસભ્ય અથવા નાગરિક દ્વારા આવી માંગણી કરવામાં નથી આવતી. તેમણે કહ્યું કે એક તરફ મુસ્લિમ સમુહની ભાવનાનું સન્માન કરે છે. તેઓ તેનો ધાર્મિક મુદ્દો છે. દારૂ પીવો તે પ્રતિબંધિત છે પરંતુ બીજી તરફ 25મી તારીખે ક્રિસમસ પણ છે. તેમણે કહ્યું કે બંન્ને સમુહો વચ્ચે ભાવનાથી અમે અસંમજસની સ્થિતીમાં છે. અત્યારે સરકાર કોઇ પણ નિષ્કર્ષ સુધી પહોંચી શકી નથી. એક બે દિવસમાં તે અંગે નિર્ણય લેવામાં આવશે.
શુક્રવારે મુસ્લિમ નેતાઓનાં એક સમુહે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી. તેમણે મુખ્યમંત્રીને એક પરિપત્ર આપતા 24 ડિસેમ્બરને ડ્રાઇ ડે જાહેર કરવાની માંગ કરી છે. કોંગ્રેસનાં સીનિયર નેતા નસીમ ખાને કહ્યું કે અમે મુખ્યમંત્રી ફડણવીસને અપીલ કરી છે કે અમારી માંગને સ્વિકારવામાં આવે.

You might also like