મહારાષ્ટ્રના કિસાનોએ આંદોલન વધુ જલદ બનાવવા ચીમકી આપી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકાર જો ખેડૂતોના મુદે બે દિવસમાં નિર્ણય નહિ લે તો આગામી દિવસોમાં કિસાનોનું આંદોલન વધુ જલદ બનાવવામાં આવશે. તેવી કિસાનોના નેતાઓએ સરકારને ચીમકી આપી છે. તેથી સરકાર આ મુદે હરકતમાં આવી ગઈ છે.

મહારાષ્ટ્રમાં બે દિવસ પહેલાં જ મુખ્યપ્રધાને કિસાન નેતાઓની બેઠક બોલાવી હતી. જેમાં ખેડૂતોના મામલે સરકાર યોગ્ય કરશે. તેવી ખાતરી આપી હતી. તેથી કિસાનોએ આંદોલન બે દિવસ માટે રોકી દીધું હતું. જોકે બે દિવસ બાદ ખેડૂતોના પ્રસ્તાવ અંગે કોઈ નિર્ણય લેવામાં નહિ આવતાં કિસાનોએ હવે સરકારને તેમના મુદે બે દિવસમાં કોઈ નિર્ણય નહિ લેવામાં આવે તો ફરી આંદોલનને વધુ જલદ બનાવશે તેવી ચીમકી આપી છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ કિસાનોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. તેના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જેમાં ગઈ કાલે કિસાનોને મળવા જતાં રાહુલ ગાંધીની પણ ધરપકડ કરવામાં આવતાં કિસાનો વધુ વિફર્યા છે.
http://sambhaavnews.com/

You might also like