કેન્દ્રએ ઝાકીર નાઇકનાં ભાષણોને વિવાદાસ્પદ ગણાવ્યા

નવી દિલ્હી : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં થયેલા આતંકવાદી હૂમલા બાદ ભડકાઉ ભાષણોનાં આરોપમાં ઘેરાયેલા ઇસ્લામિક વ્યાખ્યાતા જાકિર નાઇક પર પોલીસ અને સરકાર કાઠલો કસતી નજરે પડી રહી છે. એક તરફ જ્યારે કેન્દ્ર સરકારે તેનાં ભડકાઉ ભાષણોને સંદેહાસ્પદ જણાવ્યા હતા. ત્યારે મહારાષ્ટ્ર સરકારે તેનાં ભાષણોની તપાસ કરાવવા અને તે અંગે રિપોર્ટ તૈયાર કરવાની વાત કરી હતી.

કેન્દ્ર સરકારે ગુરૂવારે નાઇકનાં ભાષણોને ખુબ જ ભડકાઉ ગણાવ્યા હતા. ગૃહમંત્રાલયે આનો યોગ્ય અભ્યાસ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલય એમ. વેંકૈયા નાયડૂએ પત્રકારોને કહ્યું કે ગૃહમંત્રાલય અભ્યાસ કરશે. તેમનો અભ્યાસ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મીડિયામાં આવી રહેલા તેનાં ભાષણ અત્યંત વિવાદાસ્પદ છે.

બીજી તરફ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરૂવારે મુંબઇ પોલીસને નિર્દેશો આપ્યા હતા કે તે જાકીર નાઇકનાં ભાષણોની તપાસ કરે અને આ અંગે રિપોર્ટ દાખલ કરે. મુંબઇ પોલીસની તરફથી પણ પૃષ્ટી કરવામાં આવી કે નાઇકનાં દસ્તાવેજો, ભાષણો વીડિયો અને સોશ્યલ મીડિયા પોસ્ટ્સનાં મુદ્દે તપાસ ચાલુ કરવામાં આવી છે. ઢાકામાં હાલમાં જ આતંકવાદીઓએ બંધક બનાવીને એક ભારતીય સહિત 20 વિદેશીઓની હત્યા કરી દીધી હતી. રિપોર્ટો અનુસાર હૂમલામાં રહેલા બે આતંકવાદીઓ આ ઇસ્લામિક ઉપદેશકની નફરત વાળી સ્પીચથી પ્રભાવિત હતા.

You might also like