મહારાષ્ટ્ર નગર પંચાયતની ચૂંટણીમાં ભાજપની હાર, કોંગ્રેસે મારી બાજી

મુંબઇ: કોંગ્રેસે મહારાષ્ટ્રમાં 345 વોર્ડ માટે યોજાયેલી નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીઓ અને પેટાચૂંટનીમાં 105 વોર્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે રાકાંપા અને શિવસેના ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાન પર રહી અને ભાજપને ચોથા સ્થાને માત્ર 39 સીટોથી સંતોષ માનવો પડ્યો. ગત રવિવારે યોજાયેલી ચૂંટણીના પરિણામો ગઇકાલે મોડીરાત્રે જાહેર કરવામાં આવ્યા હતા.

ગણતરીના અંતિમ આંકડાઓ અનુસાર કોંગ્રેસે 105 વોર્ડમાં જીત નોંધાવી હતી, રાકાંપાએ 80 વોર્ડમાં જીત મેળવી બીજા સ્થાને રહી હતી અને શિવસેનાએ 59 વોર્ડમાં જીત સાથે ત્રીજા સ્થાન પર રહી. રાયગઢ, નંદૂરબાર, અહમદનગર, નાંદેડ, ઉસ્માનાબાદ, હિંગોળી, વાશિમ અને ચંદ્રપુર નગર પરિષદો અને નગર પંચાયતોમાં ચૂંટણી યોજવામાં આવી હતી. રત્નાગિરિ, જલગાંવ, લાતૂર, યવતમાલ, વર્ધા અને ભંડારામાં પેટાચૂંટણી યોજાઇ હતી.

ભાજપને સૌથી મોટો ઝટકો અહમદનગર જીલ્લાના જામખેડા અને ચંદ્રપુર લાગ્યો હતો. જામખેડ ગૃહ રાજ્ય મંત્રી રામ શિંદેનું ગૃહનગર છે જ્યારે ચંદ્રપુરનું પ્રતિનિધિત્વ મહારાષ્ટ્રના નાણામંત્રી સુધીર મુનગંટીવાર કરતા હતા. કોંગ્રેસ રાકાંપા નેતાઓએ આ પરિણામને સત્તારૂઢ પાર્ટી પ્રત્યે લોકોનો મોહભંગનું પ્રતિક ગણાવ્યું હતું.

વિધાનસભામાં વિપક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે કહ્યું હતું કે ‘પરિણામો દ્વારા જોવા મળે છે કે કોંગ્રેસ પ્રત્યે લોકોનો વિશ્વાસ પાછો ફરે રહ્યો છે અને તેમનો ભાજપ શાસન પ્રત્યેનો મોહભંગ થઇ ગયો છે.’ આ પરિણામ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુંબઇ યાત્રા પહેલાં આવ્યા હતા. રાહુલ ગાંધી 15 અને 16 જાન્યુઆરીએ મુંબઇના પ્રવાસ આવશે.

You might also like