ભાજપનાં ધારાસભ્યએ સુવર સાથે દલિતોની તુલનાં કરતા વિવાદ

મુંબઇ : મહારાષ્ટ્ર ભાજપનાં એક ધારાસભ્યએ દલિતોની તુલનાં સુવરો સાથે કરી હતી. તેમનાં આ નિવેદન બાદ વિવાદ પેદા થઇ ગયો છે અને વિપક્ષી પાર્ટીઓ સહિત દલિત સંગઠનોએ તેમને માફી માંગવા કહ્યું છે. ડોમ્બિવલીનાં ધારાસભ્ય રવીન્દ્ર ચવ્હાણે એક કાર્યક્રમમાં કહ્યું કે અબ્રાહમ લિંકન (પુર્વ અમેરિકન રાષ્ટ્રપતિ) પોતાનાં સહકર્મિઓની સાથે જઇ રહ્યા હતા. વાતચીત દરમિયાન તેમણે ક્હ્યું કે દરેક મનુષ્ય સ્વાર્થી હોય છે. તેમને લાગે છે કે દરેક વ્યક્તિમાં થોડુ ઘણુ સ્વાર્થીપણું હોય છે.

આ વાતચીત દરમિયાન તેમણે ગટરમાં સુવરના એક બાળકને જોયું અને પોતાની કાર અટકાવી દીધી. તેમણે તેને બચાવ્યું અને એક સુરક્ષીત સ્થળ પર છોડી દીધું. ત્યાર બાદ તેઓ ફરીથી યાત્રા કરવા લાગ્યા. ભાજપનાં ધારાસભ્યએ આગળ કહ્યું કે વાતચીત પાછી ચાલુ થઇ ગઇ. તેમનાં મિત્રોએ પુછ્યું કે સૂઅરનાં તે બચ્ચાને બચાવવા પાછળ તેમનો સ્વાર્થ શું હતો. તેમણે સવાલને ટાળવાનો પ્રયાસ કર્યો અને ચુપચાપ હસવા લાગ્યા. જો કે સહકર્મીઓએ જવાબ આપવા માટે તેમનાં પર દબાણ કર્યું.

લિંકને કહ્યું કે જ્યારે હું 14 કલાક સુધી કામ કરતો રહીશ ત્યારે સુઅરનાં બચ્ચાનો ખ્યાલ મારા મગજમાં આવશે અને તેનાં ઘાયલ થવાની મને ચિંતા સતાવશે. આ કારણે મારૂ કામ અટકશે. તે અપરાધ ભાવથી જ બચવા માટે મે તે બચ્ચાને બચાવી લીધું. એટલા માટે આપણે બધાએ એક વસ્તું અંગે વિચારવું જોઇએ. વડાપ્રધાન મોદી 16-18 કલાક કામ કરી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ પણ એઠલા કલાક કામ કરે છે. તેઓ મહારાષ્ટ્રમાં 100 ટકા ભાજપની સરકાર અંગે પણ ચિંતિત છે. આપણે પણ તેમનાં સપનાની દિશામાં કામ કરવાની જરૂર છે. હાલ તેમનાં સામે કેટલાય પ્રકારની સમસ્યા છે તેમાં ખેડૂતોનો મુદ્દો, દબાયેલા કચડાયેલા દલિતોનાં અથવા તેઓ આ દલિતોને સૂઅરનાં બાળકની જેમ સમજે અને તેને બચાવવાનું કામ કરી રહ્યા છે.

You might also like