PM મોદીના ‘ડ્રીમ પ્રોજેક્ટ’ બુલેટ ટ્રેનના માર્ગમાં વિધ્ન!

મુંબઇ: અમદાવાદ અને મુંબઇ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાના મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સામે વિધ્ન આવી ગયું છે. ધ ઇન્ડીયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર સરકારે ભારતીય રેલવેને કહ્યું કે 98,000 કરોડના બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટ માટે મુંબઇમાં પ્રસ્તાવિત સ્થળ અપ્ર સ્ટેશન બનાવવાની પરવાનગી આપવામાં આવશે નહી.

રેલવે બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ (BKC)ની નીચે અંડરગ્રાઉંડ મુંબઇ સ્ટેશન બનાવવા માટે તૈયાર છે. BKC સેંટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ છે. BKCમાં મુંબઇ સ્ટેશન બનાવવાન પ્લાન જાપાની કન્સલ્ટન્ટ તૈયાર કર્યો હતો. તેને આ એરિયાનું રિસર્ચ કર્યા બાદ આ પ્લાન તૈયાર કર્યો હતો.

હવે મહારાષ્ટ્ર સરકારે રેલવેને કહ્યું કે આ જગ્યા પર પ્રસ્તાવિત સ્ટેશન તેના એક આર્થિક સેન્ટર બનાવવાની યોજનાને નુકસાન પહોંચાડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રે રેલવેને કહ્યું કે પ્રસ્તાવિત સ્ટેશનથી રાજ્યને લગભગ 10,000 કરોડ રૂપિયાનું રેવન્યૂનું નુકસાન થશે. મંત્રાલય આ મામલાના નિકારણ માટે પીએમ મોદીનો દરવાજો ખખડાવી શકે છે.

You might also like