નક્સલીઓ સામે સરકાર આકરા પાણીએ, ગઢચિરોલીમાં 14 નક્સલીઓને સેનાએ કર્યા ઠાર

મહારાષ્ટ્રના ગઢચિરોલીના ક્ષેત્રમાં પોલિસના એક એન્ટી-નક્સલ ઓપરેશનના દરમિયાન 14 નક્સલીઓને ઠાર કર્યા છે. આ 4 વર્ષમાં નક્સલીઓ વિરુધ્ધની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. આ અગાઉ 3 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર પોલીસે એન્કાઉન્ટરમાં ત્રણ નકસલીઓને ઠાર કર્યા હતા. જેમાં બે મહિલાઓ સામેલ હતી.

ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ ઇતાપલ્લીના બોરિયા જંગલમાં થઇ. એક મળતાં અહેવાલ મુજબ ગઢચિરોલીના અથડામણમાં નક્સલ નેતા સાઇનાથ અને સીનૂ પણ ઠાર થયા.

જો કે અત્યાર સુધીની પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. ગત દિવસોમાં મહારાષ્ટ્ર પોલીસ રાજ્યના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં નક્સલીઓ વિરુધ્ધ અભિયાન ચલાવી રહી છે.

મહરાષ્ટ્રના ગઢચિરોલીના જંગલી વિસ્તારમાં બેફામ બનેલા નકસલવાદીઓ સામે સરકારે લાલ આંખ કરી છે. મહારાષ્ટ્રમાં સેનાએ નકસલીઓ સામેનું અત્યાર સુધીમાં સૌથી મોટા આપરેશન હાથ ધરીને 14 નકસલીઓને ઠાર માર્યાં છે.

મહત્વનું છે કે, મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલ વિસ્તારને નકસલીઓનો અડ્ડો માનવામાં આવે છે. જેને લઈને સેનાએ કાર્યવાહી કરી નકસલીઓને ડામવાનો પ્રયાસ કર્યો હતો.

You might also like