મહારાષ્ટ્ર: પંચગંગા નદીમાં ખાબકી શ્રધ્ધાળુ ભર બસ, 13નાં મોત

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક મીની બસને ગોઝારો અકસ્માત નડ્યો છે. કોલ્હાપુર પાસે મીની બસ નદીમાં ખાબકતાં 13 લોકોના મોત નિપજ્યાં છે. આ મીની બસમાં 17 લોકો સવાર હતા. મીની બસ નદીમાં ખાબકતાં રેસ્કયુ દ્વારા 3 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ દ્વારા બચાવ કરવામાં આવેલ ત્રણ લોકોને કોલ્હાપુરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

આ દૂર્ઘટના પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલ શિવાજી પુલ પર બની છે. આ મીની બસના યાત્રીઓ ગણેશ ભગવાનની પુજા કરી પરત ફરી રહ્યાં હતા. ત્યારે બસના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં બસ પંચગંગા નદીમાં ખાબકી હતી. એક મળતાં અહેવાલ મુજબ બસનો ડ્રાઇવર નશામાં ધૂત હતો. બસમાં કુલ 17 લોકો સવાર હતા.

કોલ્હાપુર પોલીસના જણાવ્યા અનુસાર આ દૂર્ઘટના શિવાજી પુલ પર રાત્રે 11.45 કલાકની આસપાસ ઘટી હતી. જ્યારે કોંકણ વિસ્તારમાં ગણપતિપુડી ગામથી પુના તરફી જઇ રહેલા શ્રધ્ધાલુઓથી ભરી બસ 45 ફુટ નીચે નદીમાં ખાબકી હતી. સૂત્રોને મળતી જાણકારી મુજબ શ્રધ્ધાળુઓ પુનાજવા દરમિયાન કોલ્હાપુરમાં મહાલક્ષ્મી મંદિરની યાત્રાએ જવાની યોજના બનાવી હતી.

You might also like