ત્રણ મહિના પહેલા લાપતા મહંતની લાશ અનાજના બેરલમાંથી મળી!

અમદાવાદઃ ગીર સોમનાથ નજીક અાવેલા એક પાૈરાણિક શિવ મંદિરના વૃદ્ધ મહંત ત્રણ મહિના અગાઉ લાપતા બન્યા બાદ ભેદી સંજોગાેમાં હત્યા થયેલી હાલતમાં લાશ મળી અાવતા અા ઘટનાએ ભારે તર્કવિતર્કો ઊભા કર્યા છે. પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ નજીક કોડિદ્રા ગામના પાદરમાં અાવેલા પાૈરાણિક સુખનાથ મહાદેવ મંદિરના મહંત ઉમિયા શંકર ગિરી છેલ્લાં કેટલાંક વર્ષોથી મંદિરમાં પૂજા-અર્ચના કરતાં હતા. અા વૃદ્ધ મહંત ગઈ તા. ૨૪ મે ૨૦૧૬ના રોજ રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા અા અંગે પોલીસને જાણ કરવામાં અાવી હતી. પોલીસે સઘન શોધખોળ શરૂ કરી હતી પરંતુ વૃદ્ધ મહંતનો કોઈ પતો લાગ્યો ન હતો.

દરમિયાનમાં ગઈકાલે મંદિરમાં સાફ-સફાઈનું કામ ચાલતું હતું તે દરમિયાન એક ઓરડામાં પડેલા અનાજના બંધ બેરલમાંથી અા મહંતનો મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં મળી અાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ગ્રામજનો તેમજ સાધુસંતો મંદિરે દોડી ગયા હતા અને ઘેરા શોકની લાગણી જન્મી હતી. રહસ્યમય સંજોગોમાં બનેલા અા બનાવને અનેક તર્ક-વિતર્કો જગાવ્યા છે.

You might also like