મહામૃત્યુંજય મંત્ર માહાત્મ્ય

નીરોગી અને દીર્ઘાયુ બનાવે છે, કારણ કે આ મંત્ર જ સંપૂર્ણ મંત્ર છે. એમ મંત્રમાં જ શક્તિ હોય છે. શાસ્ત્રોની માન્યતા અનુસાર જે વ્યક્તિ મહામૃત્યુંજય મંત્રનો જપ દરરોજ કરે તે વ્યક્તિ નીરોગી રહે છે અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે છે. આ મંત્રના પ્રકારો અને જપ કરવાની વિધિ જુદી જુદી છે, જે નીચે પ્રમાણે છે.
તાંત્રિક બીજોક્ત મંત્રઃ
ૐ ભૂઃ ભુવઃ સ્વઃ ૐ ત્ર્યંબકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુક બન્ધનાત્મૃત્યોર્મુક્ષીય માઅમૃતાત ।। સ્વઃ ભુવઃ ભૂઃ ૐ ।।
મહામૃત્યુંજય મંત્રના પ્રકારઃ
એક અક્ષરનો મંત્ર હૌં, ત્રણ અક્ષરનો મંત્ર ૐ બૂં સઃ, ચાર અક્ષરનો મંત્ર ૐ વં બૂં સઃ, નવ અક્ષરનો મંત્ર ૐ બૂં સઃ પાભય, દસ અક્ષરનો મંત્ર ૐ બૂં સઃમાં પાભય પાભય, બીજી વ્યક્તિ માટે જપ કરતા સમયે માંના સ્થાને તે વ્યક્તિનું નામ લેવામાં આવે છે.
વેદોક્ત મંત્રઃ
ત્ર્યંબકં યજામહે સુગન્ધિં
પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુકમિવ બન્ધનાત્મૃત્યોર્મુક્ષીય માઅમૃતાત્ ।।
ઉપર્યુક્ત મંત્ર ૩૨ અક્ષરનો છે. ૐ લગાડવાથી ૩૩ અક્ષરનો બની જાય છે. ૩૩ દેવતા એટલે શક્તિઓ છે. વસુ ૮, રુદ્ર ૧૧, આદિત્ય ૧૨, પ્રજાપતિ ૧ વષટ ૧.
સંજીવની મંત્રઃ
ૐ હૌં બૂ સઃ। ૐ ભૂર્ભુવઃ સ્વઃ । ૐ ત્ર્યંબકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુક બન્ધનાત્મૃત્યોર્મુક્ષીય માઅમૃતાત ।। સ્વઃ ભુવઃ ભૂઃ ૐ ।।
દુઃસ્વપ્નથી મુક્તિ માટે શિવોપાસના મહામૃત્યુંજયનો પ્રભાવશાળી મંત્રઃ
ૐ હૌં જૂં સઃ । ૐ ભૂઃ ભુવઃ સ્વઃ
ૐ ત્ર્યંબકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુક બન્ધનાત્મૃત્યોર્મુક્ષીય માઅમૃતાત ।। સ્વઃ ભુવઃ ભૂઃ ૐ । સઃ બૂં હૌં ૐ ।।
જો નિયમિત ખરાબ તથા ભયાનક સપનાં આવતાં હોય અને મન આસક્તિમાં રહેતું હોય તો દરરોજ શિવોપાસના કરો.
– સવારે સ્નાન કરી શિવદર્શન કરો, શિવલિંગ પર પાણીનો અભિષેક કરો અને યથાશક્તિ ૐ નમઃ શિવાયનો જાપ કરો.
– સોમવારે બે મુખી રુદ્રાક્ષ ધારણ કરી યથાશક્તિ રુદ્રાભિષેક કરો.
– રાત્રે સૂતી વખતે માથું ઉત્તર દિશા તરફ ન રાખવું જોઇએ, પગ દરવાજા તરફ ન હોવા જોઇએ અને પિલર, રસોડું, પૂજાઘર, ગેરેજની ઉપર કે નીચે ન સૂવું જોઇએ.
મૃત્યુંજય મંત્ર દ્વારા જુદી જુદી કામનાઓ માટે એક લાખ દ્રવ્ય મંત્ર સહિત ચઢાવવાથી નીચે મુજબ ફળ પ્રાપ્ત થાય છે.
અખંડ ચોખા-લક્ષ્મી મળે, દરિદ્રતાનો નાશ થાય છે. ઘઉં-સંતતિ સુખ માટે. તલ-પાપના નાશ માટે, જવ-સ્વર્ગીય સુખ માટે, મગ-દુન્યવી સુખ માટે, અડદ-સર્વ રોગ નાશ માટે, કાંગ-ધર્મ અર્થ કામ માટે.
શિવ સંહારક દેવ એટલે કે મૃત્યુના દેવ કહેવામાં આવ્યા છે. કાલેશ્વર-મહાકાલેશ્વર છે. સાથેસાથે મોક્ષ આપનાર દેવતા પણ છે. તેમજ સદ્-સત્વગુણોના પ્રતીક છે. આ નંદી ધર્મ ને પુરુષાર્થનું પ્રતીક છે. સરળ, સહજ, ઓઘડ તપસ્વી તેમજ ભોળા અેવા ભોળા ભંડારી છે. આપણે તેમને પરમ પિતા માનીને પૂજા અર્ચના કરીએ છીએ અને ઘણાં તેમના સંહારક સ્વરૂપની પૂજા અર્ચના કરે છે.
ભગવાન શિવ માત્ર ક્રોધી સ્વભાવના જ છે એમ માનવાનું નથી.
તેમની શરણમાં જનાર લોકોનાં સંપૂર્ણ દુઃખોને પી જાય છે અને અક્ષય અમૃતરૂપી સુખ પ્રદાન કરે છે. શિવજીનું ધ્યાન બંને ભ્રમર વચ્ચે ભૂકૃટિ પર કરવું જોઇએ. અહીંથી જ શરીરની ત્રણે મુખ્ય નાડીઓ ઇંગલા, પિંગલા અને સુષુમણા આવીને મળે છે. લોટો ગંગાજળ, ભાંગ, ધતૂરો, દૂધ, દહીં, મધ, ચંદન, બીલીપત્રો, ધૂપ દીપની સાથે પૂજા કરનાર વ્યક્તિનું કલ્યાણ કરે છે.
શિવ પ્રશસ્તિઃ
એક વિદ્વાને કહ્યું છે કે શિવલિંગનો આકાર ૧ છે અને થાળું ૦ છે. આમાં સમગ્ર વિશ્વ સમાઇ ગયું છે. શૂન્ય અને સર્જન બંને છે.
દિલની દિલાવરીઃ
મહાદેવની ઉદારતા તો જુઓ. ભોળાનાથનું ભોળપણ તો જુઓ. માત્ર જળ ચડાવો એટલે
રાજી રાજી.
બીલીપત્ર, ધતુરો, ભાંગ અને ભસ્મ અર્પણ કરો એટલે ન્યાલ કરી દે. બીલીપત્રથી કાયાનું કલ્યાણ થાય છે. •

You might also like