Categories: Dharm

મહામૃત્યુંજયનો અનેરો મહિમા

કોઇ માણસ મરતો હોય તે વખતે તેનાં સગાં સંબંધીઓ ભાડૂતી બ્રાહ્મણ પાસે જપ કરાવે છે કે જેથી કરીને તેનું મૃત્યુ બંધ રહે અથવા તો થોડા સમય માટે મુલતવી રહે. આ માન્યતા ખોટી છે. દેહ તો નક્કી થયેલા સમયે છોડવો જ પડે. પરંતુ શરીર છોડતાં પહેલાં ભયંકર રોગોનો ભોગ બનીને અસહ્ય શારીરિક યાતનાઓ વેઠીને રોતાં રોતાં શરીર છોડવુ ના પડે તેટલા માટે માણસે પોતાના જીવનકાળ દરમિયાન દરરોજ પોતાની જાતે મૃત્યુંજય જાપ કરવા જોઇએ અને સંયમી જીવન જીવવું જોઇએ.
મૃત્યુંજયના જપમાં એવી પ્રાર્થના નથી આવતી કે મારું મૃત્યુ બંધ રાખો અને જીવનને લંબાવી આપો અગર તો થોડા વખત માટે મૃત્યુ મુલતવી રાખો. મૃત્યુંજયના જપમાં ભગવાન શંકર, જે મૃત્યુના દેવ ગણાય છે તેમને નીચે પ્રમાણે પ્રાર્થના કરવામાં આવે છે કે-
H ત્ર્યંબકં યજામહે સુગંધીમ્ પુષ્ટિમ્ વર્ધનમ્‌ । ઉર્વારુકમ્ ઇવ બંધનાત્ મૃત્યોઃ મુક્ષીય મા અમૃતાત્ ।।
હે ત્ર્યંબકેશ્વર ભગવાન શંકર! અમે તમારું યજન પૂજન કરીએ છીએ (યજામહે) આપ અમારા જીવનમાં સુગંધી અને ષુષ્ટિનું વર્ધન કરો – વધારો કરો, એટલે કે અમારી જીવનની સુવાસ વધે અને તે પુષ્ટ-પરિપક્વ થાય અને તે વૃદ્ધિ પામે (વૃદ્ધ થાય-ઘરડું નહીં) તેવું કરો અને પછી ઉર્વારુકમ્ ઇવ એટલે કે તરબૂચની માફક અમને મૃત્યુનાં બંધનમાંથી મુક્ત કરો (મુક્ષીય).
તરબૂચ તેના વજનની અપેક્ષાએ અત્યંત નાજુક પાતળા બારિક વેલા ઉપર પાકે છે. માનવજીવન પણ એક અત્યંત નાજુક બારિક વેલા જેવું અગર તો કાચા સૂતરના તાંતણા જેવું છે. તરબૂચ જ્યારે બિલકુલ પરિપક્વ થઇ જાય છે અને અંદરથી પૂરેપૂરું પાકીને લાલચોળ અને સુગંધીદાર થઇ જાય ત્યારે તેનો વેલો તેને અનાયાસે કુદરતી રીતે જ તેના ડીંટામાંથી છૂટું કરી દે છે. તરબૂચ કાચું હોય ત્યાં સુધી તે વેલાને ડિંટાથી વળગી રહે છે, જે તેના જીવનની પરિપક્વતા, પુષ્ટિ અને સુવાસનો સ્ત્રોત છે. તરબૂચના વજનની અપેક્ષાએ તે વેલો એટલો બધો બારિક અને નાજુક હોય છે. કે કાચું તરબૂચ તોડવા જતાં વેલો પણ તૂટી જાય અને નષ્ટ પણ થઇ જાય.
તરબૂચ જ્યારે ખરેખર પરિપક્વ થઇ જાય ત્યારે તેનો ઉપરનો છોતરાંનો લીલો રંગ બદલાતો નથી તેથી તરબૂચ પાકી ગયું છે કે નહીં તેની આપણને બહારથી ખબર પડતી નથી. પરંતુ જ્યારે તેનો વેલો તેને કુદરતી રીતે જ ડીંટામાંથી છોડી દે ત્યારે જ આપણે જાણી શકીએ કે તરબૂચ બરાબર પરિપક્વ, પુષ્ટ અને સુવાસિત-સુગંધીદાર લાલચોળ થઇ ગયું છે. તેવી જ રીતે સંયમપૂર્વક જીવીને જ્યારે આપણું જીવન ખરેખર સુવાસિત અને પરિપક્વ-પુષ્ટ એટલે કે વૃદ્ધ (ઘરડું નહીં) થાય ત્યારે કુદરતી રીતે જ કાંઇ પણ શારીરિક કષ્ટ ભોગવ્યા વગર મૃત્યુંજય ભગવાન કાળદેવ મૃત્યુના પાશમાંથી શરીરને છોડાવી દેશે. આ મૃત્યુંજયના જપનો ભાવ છે. જેવી રીતે પરિપક્વ સુવાસિત થયેલું તરબૂચ લતા બંધથી આપોઆપ છૂટી જાય છે તે પ્રમાણે હું મૃત્યુપાશમાંથી મુક્ત થઇ જાઉં. જેવી રીતે તરબૂચનો વેલો પોતાનાં ફળને સ્વયં તેને બંધનમાંથી મુક્ત કરી દે છે તેવી જ રીતે ભગવાન શંકર સ્વયં તેને બંધનમાંથી મુક્ત કરી દે છે તેવી જ રીતે ભગવાન શંકર સ્વયં પોતાના ભક્તોને મૃત્યુપાશમાંથી-બંધનમાંથી મુક્ત કરવાવાળા અને અમૃતત્વ આપવાવાળા છે.•

divyesh

Recent Posts

વ્યાજની વસૂલાત માટે યુવકને 31 કલાક ગોંધી રાખી ઢોર માર માર્યો

(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…

7 hours ago

1960 પછી ગુજરાતમાં પ્રથમ વાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…

8 hours ago

અમદાવાદમાં AMTS બસથી રોજ એક અકસ્માત

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…

8 hours ago

એસટીના કર્મચારીઓ આજ મધરાતથી હડતાળ પર જશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…

8 hours ago

ધો.11ની વિદ્યાર્થિનીને કારમાં આવેલા બુકાનીધારી શખસો ઉઠાવી ગયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…

8 hours ago

દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકાઃ 3.9ની તીવ્રતા, UPનું બાગપત હતું કેન્દ્ર

(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…

8 hours ago