શ્રી મહાદેવજીની અર્ચના અને ઉપાસના ફળ

તમારી અવિશ્વસનીયતા જ તમારી પરમ વિપત્તિ છે. શ્રી મહાદેવ ઉપર, તેમની કૃપા પર તેમની સુહૃદયતા પર અને તેમની આત્મિયતા પર વિશ્વાસ કરો. તેમની તરફ આગળ વધો. તેમની પર નિર્ભર થઈ જાઓ. તેમની મહાન કૃપાશક્તિથી તમે સરળતાથી સમગ્ર સંકટ, બંધન અને અજ્ઞાનરૂપી અંધકારથી મુક્ત થઈ જશો.
૧. કોઈ પણ પરિસ્થિતિ વિપરીત હોય, અનુકૂળતાઓના બધાં જ સાધનો નષ્ટ, ભ્રષ્ટ થઈ ગયાં હોય, ચારે બાજુ કેવળ નિરાશા અને ઘોર અંધકાર દેખતો હોય, અશાંતિ ભયાનક આંધી આવી રહી હોય, ત્યારે તમો તરત જ દયારામ શ્રી મહાદેવજી પાસે મંદિરમાં પહોંચી જાવ. નિયમિત મહાદેવજીનાં મંદિરમાં જઈ એક જળનો લોટો, પાંચ બીલીપત્ર, એક ધતૂરાનું ફૂલ ચડાવી કપાળમાં ચંદનનું તિલક કરો અને ૐ નમઃ શિવાયની એક માળા કરવી. ક્ષણભર માટે પણ ત્યાંથી ન હટો. કેવળ મહાદેવ પર જ નજર લગાવીને એક નિષ્ઠ ભાવ રાખીને ચિંતન કરતાં રહો, એવો દ્રઢ વિશ્વાસ કરો કે મહાદેવ અસંભવને પણ સંભવ કરી શકે છે. પણ તમારી પ્રતિકૂળ પરિસ્થિતિને બદલવામાં તેમના માટે કંઈપણ મુશ્કેલ નથી.  મહાદેવજીની કૃપા પર ટકેલ છો. તે તમારું કલ્યાણ નિશ્ચિત કરશે. તમે જ થોડાક સમયમાં દેખાશો કે આકાશ સ્વચ્છ થઇ જશે. બધું જ તોફાન શમી જશે અને અનુકૂળતાનાં બધા જ સાધનો સારી રીતે જોડાઈ જશો.

૨. તમારી પ્રતિકૂળતા, વિપત્તિ અને કઠિનાઈઓના નાશ કરવામાં શ્રી મહાદેવજીને ખૂબ જ સુખ મળે છે. જરૂરિયાત કેવળ એટલી છે તમે તમારું હૃદય ખોલીને મહાદેવજી સામે રાખી દો. નિયમિત બત્રીસ સોમવાર મહાદેવના મંદિરમાં ભરી દર્શન કરો અને જલનો લોટો ચડાવી ચંદનનું તિલક કરો અને એક શ્રીફળ ચડાવો. ગભરાશો નહીં, ક્યારે નિરાશાના વિચારો મનમાં લાવશો નહીં. ક્યારેય એવું ન વિચારો કે તમારે સદાય. અંધકાર પ્રતિકૂળતા અને વિપત્તિઓના જંગલોમાં ભટકવાનું મંગલકારી મહાદેવ દરબારમાં આવું વિચારવું પણ ગુનો છે.

૩. તમારી જે અવસ્થા હોય, તમે જ્યાં પણ હોવ તમે જે પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પડ્યાં હોવ, મહાદેવના લાંબા હાથ તમારી રક્ષા માટે પર્યાપ્ત છે. સમગ્ર દુઃખ, વિપત્તિ બંધન અને અંધકારથી મુક્ત કરાવીને તેમની દિવ્ય જ્ઞાનની જ્યોતિષી પ્રફુલ્લિત અને પ્રકાશિત કરી શકે છે. નિયમિત સોળ સોમવાર ભરી મહાદેવનું પૂજન અર્ચન કરો અને સોળ સોમવાર ઉપવાસ કરો. તમારી મુશ્કેલીઓ ભલે ગમે તેટલી મોટી હોય, અંધકાર ભલે તેટલો ગાઢ હોય, દુઃખ ભલે તેટલુ મોટું હોય, બંધન ભલે કઠિન હોય તો પણ તમે મુક્ત થશો.

૪. સંકટ અથવા વિપત્તિઓનું નિવારણ કરવા બહારના ઉપાયો કરવા તે બુરાઈ નથી. પરંતુ તે નક્કી ન કહી શકાય તે તેનાથી તમારી વિપત્તિઓનો નાશ થઈ શકશે. કારણ કે તેમાં ઘણી જ સંકુચિત તથા ક્ષુલ્લક શક્તિ છે. મહાદેવજી મહાન શક્તિના ભંડાર રૂપ છે. તેમના શરણે જવાથી જો તમે ફક્ત તેમના ઉપર જ સંપૂર્ણ નિર્ભય થઈ જશો તો મહાદેવની મહાન શક્તિ તમને મદદગાર થશે. નિયમિત સાત સોમવાર કરી મહાદેવનું પૂજન અર્ચન કરો અને સાત સોમવાર એકટાણું કરી બ્રહ્મચર્ય પાળો. કોઈ પણ વ્યક્તિ, ગમે તેવી પાપી હોય પરંતુ મહાદેવજીની શરણે આવવાથી મહાદેવજી તરત જ તેનાં સર્વ પાપો ધોઈને તેને ભક્ત બનાવી દે છે. પછી તેના કાયમી શાંતિ મળી જાય છે. ભક્તિનું કદાપિ પતન થતું નથી. મહાદેવજીનું ધ્યાન ધરો પછી તેમની કૃપા તમોને સર્વ સંકટોથી આપમેળે ઉગારી લેશે.

૫. શ્રી મહાદેવજી સર્વશક્તિમાન છે. સર્વજ્ઞ છે અને તમારા પરમ સુહૃદ છે. તેમના વિશ્વાસ કરો. તેમની કૃપા તમને બધા જ બંધનો બધી જ વિપત્તિઓ તથા બધી જ મુશ્કેલીઓનો દૂર કરશે. તમને ગમે ત્યાં સાપ કરડે તો વહેલામાં વહેલી તકે કાળો દોરો કે ગળીથી રંગેલો દોરો કે મોરપિચ્છ દંશની બાજુમાં બાંધી દો. મનથી પ્રાર્થના કરો કે મહાદેવજી મારી રક્ષા કરજો. હું આપના મંદિરના પાળે ઝેર ઉતારવા આવીશ. કોઈપણ વ્યક્તિ ગમે તેવા પાપી હોય પરંતુ મહાદેવજીના શરણે આ‍વવાથી ઝેરમાંથી મુક્ત થાય છે.

You might also like