એકલા ફરવા જવા માટે સારી અને સુરક્ષિત જગ્યા છે મહાબલીપૂરમ…

જો તમે એકલા હરવા-ફરવાનો અનુભવ કંઇક જુદો જ હોય છે. પરંતુ ગોવા, અંદામાન, નૈનીતાલ જેવી જગ્યા એકલા ફરવા માટે સાચી પંસદ નથી અહીં તો જો તમે ગ્રુપમાં હોય તો આનંદ માણી શકો છો. સોલો ટ્રીપ માટે મંદિર, કિલ્લો અથવા મહેલ સૌથી સારો ઓપ્શન છે. જ્યાં તમે આરામથી તેના અંગે જાણકારી લઇ શકો છો. મહાબલીપુરમ એક એવી જગ્યા છે જ્યાં તમે એકલા ફરી શકો છો.

મહાબલીપુરમ તમિલનાડૂનું એક ઐતિહાસિક શહેર છે. જે કાંચીપુરમ શહેરમાં આવેલું છે. ચેન્નાઇથી માત્ર 55 કિમી દૂર મહાબલિપૂરમ દુનિયાભરમાં પોતાના વિશાળ મંદિર તેમજ દરિયા કિનારે લીધે પ્રસિધ્ધ છે. અહીના વધારે સ્મારક પલ્લવ શાસકો દ્વારા બનાવામાં આવેલ છે.

 

જેની ખુબસૂરતી અને અદ્દભૂત વાસ્તુકલાને જોવા અહીં જવુ પડે. મહાબલીપૂરમમાં કૃષ્ણા બટર બોલ જોવા લાયક સ્થળ છે. જયાં ઉભી ચટ્ટાન પર ઉભો રહેલ આ વિશાળ પથ્થર જોઇ ઘણુ આશ્ચર્ય થશે. ત્યાર બાદ જોવા લાયક સ્થળમાં શોર ટેમ્પલનો સમાવેશ થાય છે. દ્રવિડ શૈલીનું આ મંદિર 8મી સદીમાં બનાવેલું છે. મંદિરની અંદર એક ચટ્ટાન પર ભગવાન વિષ્ણુ અને શિવનું ચિત્ર બનાવેલ છે.

 

કૃષ્ણા મંડપમ મંદિરમાં ભગવાન કૃષ્ણની કથાઓનું ચિત્રણ કરવામાં આવેલ છે. પાંચ રથ નક્કશી અને કલા માટે દુનિયાભરમાં મશહૂર છે. જે પાંચ પાંડવોના નામથી જાણીતુ છે. અહીંની ખાસ વાત એ છે કે તેને પથ્થરમાંથી કાપીને બનાવામાં આવ્યું છે. જ્યારે અહીં ઘડિયાલ બેન્ક છે તે પિકનિક પોસ્ટ છે.

જ્યારે ચોલામદલ ગામમાં શિલાલેખ, ચિત્ર અને કળાના શાનદાર કૃતિઓ જોવા મળે છે. અહીં ચેન્નાઇથી 1.5 કલાકમાં પહોંચી શકાશે. ચેન્નાઇથી બસ અને ટેકસીની સુવિધા મળે છે. અહી નજીકના રેલવે સ્ટેશન ચેંગલપટ્ટુ અને મહાબલીપુરમથી 29 કિમી દૂર છે.

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અહી વરસાદ થાય છે જેના કારણે વાતાવરણ ખુશનુમા હોય છે ત્યારે તમે અહીંની મુલાકાત લઇ શકો છો. મહાબલીપુરમમાં રોકાવા દરેક પ્રકારના બજેટની હોટલ મળી રહે છે. અહીં ફિશરમેન કોલોની અને રાજા સ્ટ્રીટ પર પણ ગેસ્ટ હાઉસની સુવિધા મળી રહે છે.

You might also like