રશિયાના પૂર્વી સમુદ્ર તટ પર 7.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

મોસ્કો : સોમવાર રાત્રે રશિયાના પૂર્વી સમુદ્રી તટ પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર 7.7ની તીવ્રતા માપવામાં આવી હતી. ભૂકંપના બાદ રશિયામાં સુનામી અંગે ચેતવણી આપવામાં આવી હતી જેને પરત લઇ લેવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ કમછતકા વિસ્તારમાં આવેલ નિકોલ્સકોવ ગામની નજીક 200 કિલોમીટર પાસે પ્રશાંત મહાસાગરના સમુદ્ર ની સપાટીથી લગભગ 11.7 કીમી નીચે માપવામાં આવ્યું છે.

ભૂકંપ બાદ યુએસ પેસેફિક સુનામી વોર્નિંગ સેન્ટર દ્વારા બાદ ભૂકંપ કેન્દ્રની આસપાસના 300 કિમીમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. પેરૂના સમુદ્રી વિસ્તારમાં પણ 6.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
http://sambhaavnews.com/

You might also like