728_90

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેની ખાસ છે આ માઘી પૂનમ! જાણી લો વિધિ!

શાસ્ત્રોમાં પૂનમની તિથિને વિશેષ ફળદાયી માનવામાં આવે છે. બધી જ પૂનમમાં માઘી પૂનમનું મહત્વ ઘણું વધારે છે. પુરાણો મુજબ, આ દિવસે વિશેષ ઉપાય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. સાથે જ, આ દિવસે કરવામાં આવતાં અન્ય ઉપાય પણ શુભફળ પ્રદાન કરે છે. આ ઉપાય આ પ્રકારે છે-

માઘી પૂનમ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિશેષ તિથિ માનવામાં આવી છે. આ પૂનમની રાતે લગભગ ૧૨ વાગ્યે મહાલક્ષ્મીની ભગવાન વિષ્ણુ સહિત પૂજા કરવી તથા રાતે જ ઘરના મુખ્ય દરવાજા પાસે ઘીનો દીપક પ્રગટાવવો. આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થઇને તે ઘરમાં નિવાસ કરવા લાગે છે. માઘી પૂનમના દિવસે સવારે પૂર્ણ વિધિ-વિધાનથી માતા સરસ્વતીનું પણ પૂજન કરવું.

આ દિવસે માતા સરસ્વતીને સફેદ ફૂલ અર્પણ કરવાં અને ખીરનો પ્રસાદ લગાવવો. વિદ્યા અને બુદ્ધિ પ્રદાન કરનારી આ દેવી આ વિશેષ દિવસે પ્રસન્ન થાય છે. પિત્તોના તર્પણ માટે પણ આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે પિત્તોના નિમિત્ત જળદાન, અન્નદાન, ભૂમિદાન, વસ્ત્ર તથા ભોજન પદાર્થ દાન કરવાથી પિત્તોની તૃપ્તિ થાય છે. વિવાહિત જોડાં સહિત બ્રાહ્મણોને ભોજન કરાવવાથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે.

રાતના સમયે માતા લક્ષ્મીનું વિધિવિધાનથી પૂજન કરવું અને ત્યાર પછી માતા લક્ષ્મીનાં ચરણોમાં સાત લક્ષ્મીકારક કોડી રાખવી. બીજા દિવસે સવારે આ કોડીને ઘરના કોઇ ખૂણામાં જઇને દાટી દેવી. આ ઉપાય કરવાથી જલદી જ આર્થિક ઉન્નતિ થાય તેવા યોગ બનશે. સામાન્ય રીતે દરેક પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું પૂજન થાય છે પરંતુ માઘ મહિનાની પૂનમ પર તેનું મહત્વ વધારે માનવામાં આવે છે.

આ દિવસે સાંજના સમયે ભગવાન સત્યનારાયણનું પૂજન કરી, ધૂપ દીપ નૈવેધ અર્પણ કરવું. ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી. માઘી પૂનમના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ હોય છે. ધર્મગ્રંથો મુજબ, આ દિવસે જરૂરિયાતમંદ લોકોને તલ, ધાબળો, કપાસ, ગોળ, ઘી, મોદક, ચપ્પલ, ફળ, અનાજ વગેરેનું દાન કરવું.

માઘી પૂનમની સાંજે ઘરના ઈશાન કોણમાં ગાયના ઘીનો દીપક પ્રગટાવવો. બત્તીમાં રૂના સ્થાન પર લાલ રંગના દોરાનો ઉપયોગ કરવો. સાથે જ, દીવામાં થોડું કેસર પણ ઉમેરી દેવું. આ ઉપાયથી પણ ધનનું આગમન થઇ શકે છે. શ્રીકનકધારા યંત્ર પ્રાપ્તિ અને દરિદ્રતા દૂર કરવા માટે આ અચૂક યંત્ર છે. તેની પૂજાથી દરેક મનગમતા કામને તમે પાર પાડી શકો છો. આ યંત્ર અષ્ટસિદ્ધિ અને નવનિધિઓ પ્રદાન કરનાર માનવામાં આવે છે. તેનું પૂજન અને સ્થાપના પણ માઘી પૂનમ અને પુષ્ય નક્ષત્રના શુભ યોગમાં કરી શકો છો.•

You might also like