યુપીઃ મેગી બાદ પાસ્તાના નમૂના ફેલ, સીસું મળ્યું

નવી દિલ્હી: નેસ્લે કંપનીની મેગી બાદ હવે તેના મેક્રોની પાસ્તા પણ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. અા વાતનો ખુલાસો શહેરના એક ડિસ્ટ્રિબ્યૂટર પાસેથી લેવાયેલા નમૂનાની તપાસમાં કરાયો છે. પાસ્તામાં લેડની માત્રા વધુ મળી અાવી છે. ડિસ્ટ્રિબ્યૂટરનું લાઈસન્સ રદ કરાયું છે અને સંબંધિત રિપોર્ટ ખાદ્ય સુરક્ષા વિભાગને અપાયા છે.

ખાદ્ય સુરક્ષા અને અૌષધિ વિભાગના અધિકારીઅોઅે નેસ્લેના ડિસ્ટ્રિબ્યૂટર શ્રીજી ટ્રેડર્સને ત્યાંથી ૧૦ જૂન ૨૦૧૫ના રોજ પાસ્તાનું સેમ્પલ લીધું હતું. તપાસ માટે અા નમૂના લખનૌની એક પ્રયોગશાળામાં મોકલાયા હતા. તેનો રિપોર્ટ ૨ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ અાવ્યો. તેમાં નમૂના ફેલ થવાની વાતને સમર્થન મળ્યું. ત્યારબાદ નેસ્લે કંપનીને અા અંગે એક પત્ર લખાયો.

રિપોર્ટની વિરુદ્ધમાં અપીલ કરવા માટે કંપનીને એક મહિનાનો સમય પણ અપાયો હતો. પરંતુ નેસ્લે ઇન્ડિયાઅે અા નોટિસને રિસિવ ન કરી. અા અંગે વિભાગે સખત વલણ અપનાવ્યું. અધિકારી ડો. અરવિંદ યાદવના જણાવ્યા મુજબ મેક્રોની માત્રામાં લેડની માત્રા ૨.૫ પીપીએમ હોવી જોઈઅે. તેના બદલે ૬ પીપીએમ મળી અાવી છે જે નુકસાનકારક છે.

You might also like