મેગી નુડલ્સનું અાગમન પણ ચાહકોમાં હજુ ખચકાટ

અમદાવાદ: નેસ્લે ઇન્ડિયા દ્વારા તેની લોકપ્રિય મેગી બ્રાન્ડના નૂડલ્સ ફરી બજારમાં મૂકી દીધા છે. પાંચ મહિનાના પ્રતિબંધ બાદ મેગી બજારમાં તો આવી જ ગઇ છે. મેગી પર પ્રતિબંધ લાગતાં દુકાનદારો, લારીવાળા અને ગૃહિણીઓએ મેગીના બદલે અન્ય બ્રાન્ડની નૂડલ્સ વાપરવાનું શરૂ કરી દીધું હતું. મેગી બજારમાં તો આવી ગઈ છે, પરંતુ હજુ મેગીના ચાહકો અને ગૃહિણીઓ મેગી ખરીદતાં ખચકાઈ રહ્યાં છે અને તેઓને અન્ય બ્રાન્ડની નૂડલ્સનો ટેસ્ટ પણ ફાવી ગયો છે.

મેગી પર ભલે પ્રતિબંધ મુકાયો હતો, પરંતુ તેનો મસાલો બજારમાં વેચાતો હતો, માટે અન્ય નૂડલ્સમાં મેગી મસાલોનો ઉપયોગ કરવામાં આવતો હતો. મેગીમાં લીડ અને મોનો સોડિયમ ગ્લુકામેટ (એમએસજી)નું પ્રમાણ વધારે હોવાના કારણે તેના પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. જ્યારે મેગી પર પ્રતિબંધ લાગવાથી શહેરમાં મેગી વેચતા લારીવાળા અને દુકાનદારોને ફટકો પડ્યો હતો.
સેપ્ટ કોલેજ પાસે મેગીની લારી ચલાવતા લક્ષ્મણસિંહે જણાવ્યું કે મેગી પર જ્યારે પ્રતિબંધ લાગ્યો હતો ત્યારે અમને ખૂબ નુકસાન થયું હતું. તે સમયે અન્ય બ્રાંડની નૂડલ્સ વેચવાનું શરૂ કર્યું હતું,

You might also like