વરસાદમાં બનાવો ચટપટા મેગી ભજીયા

બધાને પસંદ એવા મેગી નૂડલ્સને ભજીયા તરીકે એક નવું રૂપ આપવામાં આવ્યું છે.વરસાદ પડે કે તરત જ યંગસ્ટર્સ ગરમા ગરમ મેગી ભજીયા ખાવા પહોંચી જતા હોય છે. ત્યારે તમે ચટપટા મેગી ભજીયા મિનિટોમાં ઘરે બનાવી શકો છો. આ વાનગી અનેક રીતે બાળકો માટે પણ હેલ્ધી ગણી શકાય છે. જો તેમાં વિવિધ શાકભાજી ઉમેરવામાં આવે તો બાળકો ચોક્કસ રીતે તેની પ્રશંસા કરશે.

સામગ્રી :
૧ મેગીનું પેકેટ
૧ કપ રવો
૧ કપ બેસન
૧ ટેબલ સ્પૂન લાલ મરચું ( તીખુ ટેસ્ટ મુજબ )
૧/૨ ટે.સ્પૂન ગરમ મસાલો
૧/૪ ટી.સ્પૂન હળદર
મીઠુ સ્વાદ મુજબ
૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા
૧/૨ ટેબલ સ્પૂન રેડ ચીલી ફલેક્સ
તેલ તળવા

સવૅ કરવા માટે :
– સોસ
– ડુંગળી
– તળેલા મરચા

બનાવાની રીતઃ સૌ- પ્રથમ મેગી નો મસાલો નાખી એક કપ પાણી મા મેગી બનાવી લેવી (ડ્રાય મેગી બનાવી). ત્યારબાદ મેગીને ઠંડી થવા દેવી.હવે એક બાઉલ મા રવો લેવો તેમા બનાવેલી મેગી એડ કરવી. લાલ મરચુ, ગરમ મસાલો,હળદર,મીઠુ સ્વાદ મુજબ,ચીલી ફલેક્સ અને બેસન એડ કરી તેના ગોળા વળે તેવુ બેટર તૈયાર કરવુ. હવે બેટર માથી ગોળ ગોળ ભજીયા મધ્યમ આંચે તેલમા તળવા. ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી. તો ,તૈયાર છે ચટપટા મેગી ભજીયા. સોસ ,ડુગળી , મરચા સાથે ગરમા ગરમ સવૅ કરો.

http://sambhaavnews.com/

You might also like