તમિલનાડુ: વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર HCનો સ્ટે

તમિલનાડુમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ વચ્ચે મદ્રાસ હાઇકોર્ટે વિધાનસભામાં શક્તિપરીક્ષણ પર પ્રતિબંધ લગાવી દીધેલ છે. એ સાથે આગળનાં આદેશ સુધી વિધાનસભામાં ફ્લોરટેસ્ટ પરનો પ્રતિબંધ શરૂ રહેશે. વિધાનસભાનાં અધ્યક્ષ પી ધનપાલનાં વકીલે કોર્ટનાં નિર્ણય વિશે જાણતાં કહ્યું કે વધુ થોડાંક દિવસો સુધી વિધાનસભામાં કોઇ બહુમત પરીક્ષણ ત્યાં સુધી નહીં થાય કે જ્યાં સુધી સંબંધિત પક્ષનાં જવાબને દાખલ ન કરી દેવામાં આવે.

મદ્રાસ હાઇકોર્ટે હાલમાં આ મામલે સુનાવણી સ્થગિત કરી દીધી છે. આ સાથે જ કોર્ટે 18 ધારાસભ્યોને અયોગ્ય ઠરાવવાનાં અધ્યક્ષનાં નિર્ણય પર કોઇ પ્રતિબંધ નથી લગાવ્યો, તેથી તે અયોગ્ય રહેશે. હવે 4 ઓક્ટોમ્બરે હાઇકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી થશે.

ડીએમનાં વકીલે હાઇકોર્ટનાં આદેશ પર જણાવ્યું કે મુખ્યમંત્રી અને અધ્યક્ષ વિશ્વાસ પ્રસ્તાવની કાર્યવાહીને અટકાવવા માંગે છે. અમારા પ્રત્યુત્તર બાદ કોર્ટે કહ્યું કે આગળનાં આદેશ સુધી બહુમત પરીક્ષણ નહીં થાય.

You might also like