ફિલ્મ બનાવવી હોય તો પાગલપન જરૂરી છે જઃ દિવ્યા ખોસલા કુમાર

દિવ્યા ખોસલા કુમાર એક ઉમદા ફિલ્મકાર છે. અત્યાર સુધી તેણે ઇન્ડસ્ટ્રીને ઘણી સારી ફિલ્મો આપી છે. ‘યારિયાં’ ફિલ્મથી નિર્દેશન કારકિર્દીની શરૂઆત કરનાર દિવ્યા ‘સનમ રે’ ફિલ્મનું પણ નિર્દેશન કરી ચૂકી છે, જોકે તે કહે છે કે ફિલ્મ બનાવવી કઠિન કામ છે. દિવ્યા કહે છે કે મને લાગે છે કે ફિલ્મ નિર્માણ અઘરું તો છે, પરંતુ તમારી અંદર એક ફિલ્મ નિર્દેશક અને રચનાત્મક વ્યક્તિના રૂપમાં વધુ પડતું પાગલપન હોવું જોઇએ.

જ્યારે હું કોઇ ફિલ્મ બનાવી રહી હોઉ ત્યારે મારા માટે તે મારા કરતાં પણ સૌથી મોટી વસ્તુ હોય છે. જો ફિલ્મ માટે મારા પર અત્યાચાર કરવાની જરૂર હોય તો પણ હું તેમાંથી પાછળ ખસતી નથી.

દિવ્યાએ તાજેતરમાં એક શોર્ટ ફિલ્મ ‘બુલબુલ’માં અભિનય કર્યો છે. આશિષ પાંડેના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં શિવ પંડિત અને એલી અેવરામ પણ મહત્ત્વના પાત્રમાં છે. ૨૫ મિનિટની આ શોર્ટ ફિલ્મનું શૂટિંગ સિમલામાં થયું હતું.

તે કહે છે કે આવી સ્થિતિમાં અને આવા સ્થાન પર શૂટિંગ સરળ હોતું નથી. ક્યારેક ક્યારેક તે મુશ્કેલરૂપ હોય છે, પરંતુ જ્યારે તમે કોઇ પણ દૃશ્યને કેપ્ચર કરતાં હો ત્યારે કોઇ સ્થિતિ જોવાતી નથી. દિવ્યાનું કહેવું છે કે જ્યારે તે ફિલ્મોમાં કામ કરતી હોય ત્યારે તેને ફિલ્મની શૈલી નહીં, પરંતુ ફિલ્મની કહાણી ઉત્સાહિત કરે છે.

You might also like