સાત નવી મેડિકલ કોલેજમાં પ્રોફેસરની 880 જગ્યા માટે પડશે Bumper Vacancy, જાણો વિગત..

મધ્યપ્રદેશમાં સાત નવી મેડિકલ કોલેજો માટે શિક્ષકોની જગ્યા માટે કેબિનેટે સીધી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 880 જગ્યા માટે મધ્યપ્રદેશ લોક સેવા આયોગ દ્વારા સીધી ભરતી કરવામાં આવશે.

આ ભરતી દ્વારા સ્વશાસી ચિકિત્સા મહાવિદ્યાલય દતિયા, ખંડવા, રતલામ, શહડોલ, વિદિશા, છિંદવાડા અને શિવપુરી માટે કરવામાં આવશે.

આ સાત મેડિકલ કોલેજોમાં પ્રોફેસર માટે 185 જગ્યા, એસોસિએટ પ્રોફેસર 253 અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 442 જગ્યા ખાલી છે. આ જગ્યા માટે ઉમેદવારની ભરતી એક જ વખતમાં કરી દેવામાં આવશે. આ ભરતી માટે કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે.

You might also like