ખેડૂતોની આત્મહત્યા પર શિવરાજ સરકારના મંત્રીનું નિવેદન: ‘આપઘાત કોણ નથી કરતુ?’

દેશના ઘણા વિસ્તારોમાંથી ખેડૂતોની આત્મહત્યા કરવાના સમાચાર આવતા રહે છે, પરંતુ સરકાર,નેતા અને મંત્રી તેના પર કામ કરવાને બદલે ખાલી ભાષણબાજી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. આ વખતે મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ સરકારના મંત્રી લાલકૃષ્ણ પાટીદારે ખેડૂતોની આત્મહત્યા પર એક વિવાદિત નિવેદન આપ્યુ છે. બાલકૃષ્ણએ કહ્યુ કે ”આત્મહત્યા તો દરેક કરે છે અને જે આત્મહત્યા કરે છે તેનુ કારણ પણ તે પોતે જ જાણતો હોય છે.”

બાલકૃષ્ણએ કહ્યુ કે, ” આપઘાત કોણ નથી કરતુ? વેપારી કરે છે,પોલીસ કમિશ્નર પણ કરે છે અને આ આખા વિશ્વની સમસ્યા છે. આપઘાતનું કારણ જે સુસાઈડ કરે છે તે પોતે જ જાણતો હોય છે. આપણે તો માત્ર અંદાજો લગાવી શકીએ છીએ.”

બાલકૃષ્ણ પાટીદાર ખરગોન વિધાનસભાના વિધાયક અને શિવરાજ સરકારના કૃષિ રાજ્યમંત્રી છે,અને સાથે તેઓ પાટીદાર સમાજના અધ્યક્ષ પણ છે.

You might also like