મધ્યપ્રદેશ સ્થાનિક ચૂંટણીમાં કેસરિયો લહેરાયો

ભોપાલ : મધ્યપ્રદેશના સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. મધ્યપ્રદેશમાં યોજાયેલ 43 બેઠકો પરની સ્થાનિક ચૂંટણીમાં 25 બેઠકો પર ભાજપની જીત થઇ છે, જ્યારે કોંગ્રેસની 15 બેઠક પર જીત થઇ છે. તે સિવાય 3 બેઠકો પર અપક્ષની જીત થઇ છે. મધ્યપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સ્થાનિક ચૂંટણીમાં ભાજપની જીતથી સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહમાં વધારો થયો છે.

જો કે ગત સ્થાનિક ચૂંટણીમાં ભાજપને 43 બેઠકોમાંથી 27 બેઠક પર જીત મળી હતી. આ વખતે 25 બેઠક પર જીત મળી છે, આમ ગત ચૂંટણીની તુલનામાં 2 બેઠકોનું નુકસાન થયું છે. જ્યારે કોંગ્રેસની 15 તેમજ અપક્ષોના ખાતામાં 3 બેઠક આવી છે.

You might also like