કર્ણાટક પછી હવે મધ્યપ્રદેશ પણ કોંગ્રેસનું ATM બન્યું છે: PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢમાં જાહેરસભા સંબોધીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું હતું. વડા પ્રધાને કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કર્ણાટક બાદ હવે મધ્યપ્રદેશ કોંગ્રેસ માટે એટીએમ બન્યું છે. કોંગ્રેસના નેતાઓ પાસેથી બોરીઓ ભરીને રૂપિયા મળ્યા છે.

જૂનાગઢ ખાતેની જાહેર સભામાં વડા પ્રધાન મોદીએ કેમ છો? કહીને વક્તવ્યની શરૂઆત કરી હતી. જૂનાગઢને તેમણે ત્રિવેણી સંગમ, કેસર કેરી-સંતોની ભૂમિ, દાન-ધર્મ અને તપસ્યાની ભૂમિ ગણાવી છે. તેમણે કહ્યું કે અહીં હું મારા કામકાજનો હિસાબ આપવા આવ્યો છું. આ સરકાર પર ભ્રષ્ટાચારના કોઇ દાગ નથી.

દેશ સુરક્ષિત હશે તો સમૃદ્ધિ વધશે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે ગાંધી પરિવારને ગુજરાતથી નફરત છે. કોંગ્રેસે સરદાર પટેલને ભુલાવી દીધા છે. સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ ક્યાં હોત. ‘તુઘલક રોડ ચૂંટણી ગોટાળો એ કોંગ્રેસની નવી ઓળખ છે.’

ગરીબોનો કો‌િળયો છીનવીને કોંગ્રેસ તેના નેતાઓનાં પેટ ભરે છે. કોંગ્રેસની ઓળખ જ કૌભાંડો સાથે જોડાયેલી છે. ગર્ભવતી મહિલાઓના પૈસા પણ કોંગ્રેસ લૂંટી રહી છે. કોંગ્રેસીઓ પાસેથી કોથળા ભરીને રૂપિયા મળ્યા છે. પૈસા લૂંટવા માટે જ કોંગ્રેસ સત્તામાં આવે છે. કર્ણાટક પછી હવે મધ્યપ્રદેશ કોંગ્રેસનું નવું એટીએમ બન્યું છે. છત્તીસગઢ અને રાજસ્થાનના હાલ પણ તેનાથી અલગ નહીં હોય.

મધ્યપ્રદેશ તો ટ્રેલર છે. દેશ જો તેમના હાથમાં આવશે તો બરબાદ થઇ જશે. અમારી પાસે ટ્રેક રેકોર્ડ છે અને તેમની પાસે ટેપ રેકોર્ડ છે. કોંગ્રેસમાં તાકાત નથી તો જે કરે છે તેને કરવા દો. દેશની સેનાને હથિયાર વિનાની કરી દેવાની વાત કોંગ્રેસે કરી છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાસે દેશને આપવા કશું જ નથી. તેમનો એક જ મંત્ર છે મોદી હટાવો.:

You might also like