કરણ જોહરની ફિલ્મમાં ધકધક ગર્લ

મુંબઇઃ બોલિવુડના જાણિતા ફિલ્મકાર કરણ જોહર ધકધક ગર્લ માધુરી દિક્ષિતને લઇને ફિલ્મ બનાવી રહ્યાં છે. કરણની ફિલ્મ “યે જવાની હે દિવાની” માં “ઘાઘરા” ગીત પર તે ડાન્સ કરતી જોવા મળી હતી. રિયાલિટી ડાન્સ શો ઝલક દિખલા જામાં કરણ અને માધુરી જજ હતા તે દરમ્યાન બંનેમાં સારી મિત્રતા થઇ ગઇ હતી. તેનો જ ફાયદો માધુરી દિક્ષિતને મળી રહ્યો છે. તે કરણની આગામી ફિલ્મ “શિદ્દત”માં જોવા મળશે.

કરણ આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા સાથે બનાવી રહ્યો છે. તેમાં માધુરીના રોલ અંગે કોઇ જ સ્પષ્ટતા નથી થઇ, પરંતુ તેનો રોલ મહત્વનો છે. ફિલ્મમાં માધુરી ઉપરાંત અર્જૂન કપૂર, વરૂણ ધવન અને આલિયા ભટ્ટ પણ છે. માધુરી છેલ્લી વખત “ગુલાબ ગેંગ”માં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ જ કમાલ દેખાડી શકી ન હતી.

You might also like