વર્ષો બાદ આ ગીતની ધુન પર માધુરી-રેણુકાએ કર્યો ડાન્સ…

માધુરી દીક્ષિત ટૂંક સમયમાં ‘બકેટ લીસ્ટ’ નામની મરાઠી ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે ‘હમ આપકે હે કૌન’ ની કો-સ્ટાર રેણુકા શહાણે સ્ક્રીન પર સાથે દેખાશે.

ફિલ્મની શૂટિંગ દરમિયાન રેણુકા અને માધુરી દીક્ષિતે ખૂબ મસ્તીની કરી હતી. શૂટિંગ દરમિયાન સેટ પર ‘હમ આપકે હે કોણ’ ફિલ્મના હિટ ગીત પર ડાન્સ કર્યો હતો જેમકે દીદી તેરા દેવર, લો ચલી મેં … આ વિડિઓને ધર્મા પ્રોડક્શન દ્વારા શેર કરવામાં આવ્યું છે.

આ સુપરહિટ ગીત આજે પણ લોકોને યાદ છે. આ ગાયન 1994ના દાયકામાં ખુબ લોકપ્રિય હતું. જ્યારે આ ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર કિલિઝ થઈ હતી અને મહિનાઓ સુધી આ ફિલ્મના શોઝ હાઉસફૂલ ચાલ્યા હતા. હવે એકવાર ફરીથી મધુરી સિલ્વર સ્ક્રીન પર તેની જાદુ દર્શાવવા તૈયાર છે.

ફિલ્મ બૅકટ લિસ્ટની વાત કરીએ તો આ ફિલ્મ 25મી મેના રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં ફરી એકવાર માધુરી દીક્ષિત અને રેણુકા શહાણે સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ પછી માધુરી કરણ જૌહરની ફિલ્મ ‘કલંક’માં પણ એક મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહી છે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.

You might also like