આઈટમ સોંગ કરવામાં પણ મને વાંધો નથીઃ માધુરી દીક્ષિત

બોલિવૂડનાં ગીતો આજકાલ આઇટમ સોંગ બનીને રહી ગયાં છે. ઘણી બધી ટોચની અભિનેત્રીઓ પણ આઇટમ સોંગ કરતાં અચકાતી નથી. આવા સંજોગોમાં બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ આઇટમ સોંગ પ્રત્યેના પ્રેમથી બાકાત નથી. તે કહે છે કે બોલિવૂડમાં મારી ઓળખ અભિનય અને નૃત્યના કારણે જ થઇ છે. બોલિવૂડે મને નામ અને શોહરત આપ્યાં છે. એ વસ્તુ જરૂરી છે કે લોકો બોલિવૂડમાં સારું નૃત્ય જોવાનું પસંદ કરે છે. મેં જે કેટલાંક નટખટ ગીતો કર્યાં છે તેનું શ્રેય સરોજ ખાનને જાય છે, કેમ કે તેનામાં અદા અને નજાકત છે. કથ્થક શીખ્યા બાદ ડાન્સરમાં જાતે જ અદા અને નજાકત આવી જાય છે. આજકાલ ક્યાંક ને ક્યાંક તે મિસ થઇ રહ્યું છે, પરંતુ મને આઇટમ સોંગ કરવાનો ચાન્સ મળશે તો હું ના નહીં કહું.

આજે પણ માધુરી દીક્ષિતના ઘણા ફેન છે. તેમની સાથે માધુરી સેલ્ફી પણ શેર કરતી રહે છે. તે કહે છે કે અમારા ટાઇમમાં ઓટોગ્રાફ સાઇન કરવાનું ચલણ હતું, પરંતુ આજે દરેક વ્યક્તિ સેલ્ફી લેવા ઇચ્છે છે અને મારા ફેન્સ સાથે સેલ્ફી ખેંચાવવામાં મને વાંધો નથી. આજકાલ હું થોડું ઘણું શોપિંગ કરવા પણ જાતે જાઉંં છું. તે સમયે જ્યારે પણ મારા ફેન્સ મને સેલ્ફી લેવાનું કહે તો હું તેમને નિરાશ કરતી નથી. માધુરી દીક્ષિતે તાજેતરમાં એક ડિજિટલ વેબસાઇટનું નિર્માણ કર્યું છે તેમાંથી કોઇ પણ વ્યક્તિ ડાન્સ શીખી શકે છે. •

You might also like