માધવપુર: પાંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ, રૂપાણી સહીત ચાર રાજ્યોના CM ઉપસ્થિત

પોરબંદરઃ જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આજથી પાંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો છે. જેને લઇ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો વિવાહ પ્રસંગ યોજવામાં આવશે. 25થી 29 માર્ચ સુધી વિવાહનો ધાર્મિક પ્રસંગ યોજાશે. 27 માર્ચે સીએમ રૂપાણી સહિત 4 રાજ્યોના સીએમ ઉપસ્થિત રહેશે.

સાથો સાથે કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા, રક્ષામંત્રી નિર્મલા સિતારામન પણ હાજર રહેશે. પૂર્વોત્તર રાજ્યોના રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેવાના છે. આ મહોત્સવમાં 450થી વધુ લોકકલાના કલાકારોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 50થી વધુ શાસ્ત્રીય સંગીત, નૃત્યના કલાકારો પણ ભાગ લેશે. મેળાને લઇ રાજ્ય-જિલ્લા કક્ષાની કમિટીઓની રચના કરાઇ હતી.

You might also like