જાપાન પહોંચી મેડ ઇન ઇન્ડિયા મારૂતી સુઝુકી બલેનો

અમદાવાદ : ભારતમાંથી નિકાસ થયેલી મારૂતી સુઝુકૂ બેલોનો જાપામ પહોંચી ગઇ છે. બલેનોની પહેલી ખેપ લઇને નિકળેલું કાર્ગો જહાજ ઝાપનનાં ટોયોહાશી ખાતે પહોંચી ગયું છે. બેલેનો ભારતમાં બનેલી પ્રથમ કાર છે જેને જાપાનમાં નિકાસ કરવામાં આવી હોય. જાપાન મોકલવામાં આવેલ બેલેનોની ખેપને મારૂતી સુઝુકૂએ માનેસર ખાતેનાં પ્લાનમાં બનાવાયેલી છે. મારૂતી આમ તો ભારતમાં તૈયાર થયેલી ગાડીઓને ઘણા દેશોમાં નિકાસ કરે છે. પરંતુ જાપાનમાં આ પહેલીવાર બની રહ્યું છે.
બેલેનોનું મેન્યુફેક્ચરિંગ બેઝ ભારત જ રાખવામાં આવ્યું છે. બેલેનોને ભારતમાં જ બનાવવામાં આવશે અને વિશ્વમાં નિકાસ કરવમાં આવશે. બેલેનોની લોન્ચિંગ પણ સૌપ્રથમ ભારતમાં થયું હતું. તેને ગત્ત વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કાર કંપની માટે સફળ સાબિત થઇ છે. આ કારને સુઝુકી દ્વારા નવા પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ કંપનીની લોકપ્રિય હેચબેક સ્વિફ્ટ કરતા ઓછા વજનની અને વધારે મજબુત છે. સુઝુકીની આગામી તમામ કારો પણ આ જ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે.
બેલેનો મારૂતીની સુઝુકીની આ પહેલી કાર હશે જેમાં 1.0 લીટરનું ટર્બોચાર્જ્ડ બૂસ્ટરજેટ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન બેલેનોનાં પાવરફુલ અવતાર બલેનો આરએસમાં આવશે. બલેનો આરએસ આ વર્ષે તહેવારની સીઝનમાં લોન્ચ થશે. બુસ્ટરજેટ એન્જિનની વાત કરીએ તો તે 1.0 લીટરનું ડાયરેક્ટ એન્જેક્શન ટર્બોચાર્જડ પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 110 બીએચપીની તાકાત અને 170 એનએમનો ટોર્ક આપશે. ભારતીય બજારમાં બેલેનોનું પેટ્રોલ અને ડિઝલ બંન્ને એન્જિન ઓપ્શન ઉતારવામાં આવ્યા છે. ડીઝલ વેરિયન્ટમાં 1.3 લીટર એન્જિન આપવામાં આવ્યું છે. તે 74 બીએચપીનાં પાવર અે 190 એનએમનો ટોર્ક આપે છે. પેટ્રોલ વેરિઅન્ટમાં 1.2 લીટરનું એન્જિન આપવામાં આવ્યું છે. જે 83 બીએચપીનાં પાવર અને 115 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે.

You might also like