ડ્રોન રૂસ્તમ-ર ઉડાણ માટે તૈયાર

ભારતના લડાકુ ક્ષમતા ધરાવતા પ્રથમ દેશી ડ્રોન વિમાન રૂસ્તમ-૨નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ડ્રોન વિમાનથી માનવરહિત વાયુસેના અભિયાનના ભારતના વિકાસ કાર્યક્રમને પ્રોત્સાહન મળશે. ડીઆરડીઓએ તાપસા ૨૦૧ (રૂસ્તમ-૨)નું સફળ પરીક્ષણ કર્યું હતું, જે મધ્યમ ઊંચાઈ પર લાંબા સમય સુધી ઊડવાની ક્ષમતા ધરાવતું માનવરહિત ડ્રોન વિમાન છે. જે ૨૪ કલાક સુધી ઊડવાની ક્ષમતા ધરાવે છે અને સશસ્ત્ર દળો માટે ખાસ મિશનમાં કામ કરી શકે છે.

આ માનવરહિત વિમાનને અમેરિકાના પ્રિડેટર ડ્રોનની જેમ જ માનવરહિત લડાકુ યાનના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવી શકે છે. આ વિમાનનું પરીક્ષણ તામિલનાડુના ચિત્રદુર્ગમાં આવેલા એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે કરાયું હતું. આ એરોનોટિકલ ટેસ્ટ રેન્જ એ ઈન્ડિયન એરફોર્સનાં તમામ માનવરહિત વિમાનો અને માનવ વિમાનોના પરીક્ષણ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. તાપસા ૨૦૧ની ડિઝાઈન અને તેની સિસ્ટમ ડીઆરડીઓની બેંગ્લુરુસ્થિત પ્રયોગશાળા એરોનોટિકલ ડેવલોપમેન્ટ એસ્ટાબ્લિસમેન્ટ એન્ડ એચએએલ-બીઈએલ સંસ્થાએ મળીને કર્યું છે. આ વિમાનનું વજન બે ટન છે અને ડીઆરડીઓની યુવા વૈજ્ઞાાનિકોની એક ઉત્સાહી ટીમ દ્વારા તેનું સફળ પરીક્ષણ કરાયું હતું. જેમાં સશસ્ત્ર દળોના પાયલટ પણ જોડાયા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારત હવે પોતાની આર્મી ક્ષમતા વિકસાવવા ભાર આપી રહ્યું છે. સ્વદેશી સ્તરે અત્યાધુનિક શસ્ત્રોના

ઉત્પાદન પર ખાસ ભાર અપાઈ રહ્યો છે. સાથે જ ભારત અમેરિકા પાસેથી પણ ૧૦૦થી વધુ ડ્રોન વિમાન ખરીદવાનું છે.

home

You might also like