મોકા રેસ્ટોરન્ટ બહાર ગુંડાગીરી કરનારા આરોપીઓ પોલીસને નથી મળતા!

અમદાવાદ: શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી મોકા રેસ્ટોરન્ટની બહાર તોડફોડ અને રેસ્ટોરન્ટના કર્મીઓને માર મારવાની ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં વસ્ત્રાપુર પોલીસને આરોપીઓ મળતા નથી. પોલીસ પાસે આરોપીનાં નામ-સરનામાં અને સીસીટીવી ફૂટેજ, કારનંબર હોવા છતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી.
બોડકદેવ વિસ્તારની મોકા રેસ્ટોરન્ટની બહાર રવિવારે રાત્રે બે વાગ્યાની આસપાસ રેસ્ટોરન્ટના કર્મીઓ ક્રિકેટ રમતા હતા ત્યારે બે ફોર્ચ્યુનર કારમાં આવેલા ચાર નબીરાઓએ અહીંયાં ક્રિકેટ કેમ રમો છો, અહીંયાં ક્રિકેટ નહીં રમવાનું કહી બોલાચાલી કરી કારમાંથી લાકડી અને બેઝબોલ ‌િસ્ટક લઇ રેસ્ટોરન્ટ બહાર તોડફોડ કરી હતી. બે યુવકોને પણ તેઓએ માર માર્યો હતો.

આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઉમંગ કાપોપરા (રહે. સત્યાગ્રહ છાવણી) અને અન્ય ત્રણ શખસો સામે મારામારીની ફ‌િરયાદ નોંધાઇ હતી. વસ્ત્રાપુર પોલીસ આરોપીઓને રીતસર છાવરી રહી હોવાનું જણાય છે. નામ- સરનામાં, કાર નંબર તેમજ સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી. આ અંગે વસ્ત્રાપુર પી.આઇ. એચ.પી. કરેણનો સંપર્ક કરાતાં તેઓનો સંપર્ક થઇ શક્યો ન હતો.

http://sambhaavnews.com/

You might also like