મા મહાલક્ષ્મીનું પૂજન અર્ચન

હિંદુ શાસ્ત્રો પ્રમાણે શુક્રવાર એ ધન અને ઐશ્વર્યની અધિષ્ઠાત્રાં મહાલક્ષ્મીની ઉપાસનાનો દિવસ છે. મહાલક્ષ્મીની ઉપાસના દ્વારા સુખ સમૃદ્ધ જીવનની કામના સિદ્ધ કરવા માટે શુક્રવાર એ વિશેષ દિવસ છે. ઉપરાંત અમાસ પર દેવી પૂજાએ અજ્ઞાન, કલેશ અને દરિદ્રતા રૂપી અંધકારને દૂર કરવાની શુભ ઘડી માનવામાં આવે છે, જેના માટે માતા લક્ષ્મીની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. સમુદ્ર મંથનથી થયેલ મા લક્ષ્મીનું પ્રાગટ્ય પણ અમાસની તિથિએ જ થયું હતું. આ જ કારણ છે કે આજે દેવી ઉપાસના દિવસે શુક્રવાર અને અમાસનો સંયોગ વૈભવની સંપન્નતાની કામના માટે પણ શુભ અને અચુક કાળ છે. જો તમે પણ જીવનમાં ધનની તંગીઓનો સામનો કરી રહ્યા છો, નોકરી કે વેપારમાં મનગમતો લાભ મેળવી ના શકતા હો કે પરિવારમાં બિનજરૂરી ખર્ચાઓથી આર્થિક તંગીથી ઝઝુમી રહ્યા હો કે જલદી ધન કમાવવાની ઇચ્છા હોય તો અહીં બતાવી રહેલા દેવી લક્ષ્મીની વિશેષ મંત્રથી ઉપાસના આ સરળ ઉપાયને અપનાવીને લક્ષ્મી કૃપા મેળવી શકો છો. શુક્રવારે સાંજે સ્નાન કર્યા બાદ એક ચોકી પર લાલ વસ્ત્ર પાથરીને યથાસંભવ હોય દેવી લક્ષ્મીની ચાંદીની પ્રતિમાનું સ્થાપન કરો.
લક્ષ્મીની પ્રતિમાને ગાયના કાચા દૂધ અને ગંગાજળથી સ્નાન કરાવો. સ્નાન કર્યા બાદ દેવી લક્ષ્મીને લાલ ચંદન, લાલ ફૂલ, લાલ ચોખા, વસ્ત્ર અને દૂધથી બનેલા પકવાનોનો ભોગ લગાડીને શ્રીસૂક્તની નીચે લખેલા મંત્રનું સ્મરણ કરવાથી ભરપુર આર્થિક સમૃદ્ધિ મળે છે. મનસઃકામમાકૂતિં વાચઃ સત્યમશામહિ પશુનાંરૂપ મન્નસ્ય મયિ શ્રી શ્રયતાં યશઃ ।। આ મંત્ર સિવાય બની શકે તો શ્રીસૂક્તનો આખો પાઠ અવશ્ય કરો. દેવી લક્ષ્મીને આરતી અને ધૂપ કરો. મન, વચન અને શબ્દોથી પાપની ક્ષમા માંગો. એક દીવો પ્રગટાવીને લક્ષ્મીને આમંત્રણની ભાવનાથી તે દીવો ઘરના મુખ્ય દ્વાર પર રાખો. લક્ષ્મીજીનો મંત્ર “ ૐ શ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નમઃ” છે, મનમાં લક્ષ્મીજીનું ધ્યાન ધરીને આ મંત્રની ઓછામાં ઓછી સાત માળા કરીને, દિવસ દરમિયાન ઉપવાસ કરવા જોઈએ. સાંજે દાન કાર્ય બાદ જ ફળાહાર કરવાથી લક્ષ્મીની કૃપા રહે છે. એવું કહેવાય છે કે ખૂબ ધની કુબેર દેવતાએ પણ આ દિવસે જ લક્ષ્મીનું પૂજન કરી અક્ષય લક્ષ્મીની પ્રાપ્તિ કરી હતી. આ જ દિવસે લક્ષ્મીની મુદ્રાવાળા સોનાના સિક્કા કે ચાંદીના સિક્કા ખરીદીને કબાટમાં મૂકવા ખૂબ શુકનિયાળ સાબિત થાય છે. જે કન્યાઓને લગ્ન બાબતે તકલીફ પડતી હોય કે વારંવાર વિઘ્ન આવી જતાં હોય તેમણે આ દિવસે તુલસી સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. લક્ષ્મી સંગ ભગવાન નારાયણની પૂજા લગ્ન બાબતે વિઘ્ન તરત દૂર કરનાર છે, સાથેસાથે જે જાતકો વ્યવસાયમાં જોડાયેલા છે તેમને વ્યવસાયમાં બરકત વધારવા માટે લક્ષ્મીજીનું પૂજન ખૂબ લાભદાયી નીવડે છે.•

You might also like