ચોથું નોરતુંઃ દેવી કુષ્માંડા

નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાનું પૂજન પૂજન અર્ચન કરવામાં આવે છે. બ્રહ્માણી ઉત્પત્તિ તથા તેના રહસ્યને દર્શાવનાર મા દુર્ગાનું આ ભવ્ય સ્વરૂપની ઉપાસના કરનાર વ્યક્તિને સમસ્ત આધિ,વ્યાધિ, ઉપાધિથી મુક્તિ મળે છે. તેમનાં હાસ્ય દ્વારા તેઓ સમસ્ત જગતને મોહિત કરે છે. તેઓ અષ્ટ ભુજા છે. તેમના હાથમાં કમંડલ, ધનુષ, બાણ, કમળ, અમૃતકળશ, ચક્ર તથા ગદા છે. સંસ્કૃતમાં આ દેવીને મા કુષ્માંડા કહેવાયા છે. સાધક તેમની સાધના, ઉપાસના દ્વારા યશ, આયુ, કીર્તિ, ઐશ્વર્ય તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.

ધ્યાન મંત્ર :
સુરાસંપૂર્ણ કલશં રુધિરાપ્લુતમેવ ચ ।
દધાના હસ્તમદ્યાભ્યાં કુષ્માંડા શુભદાસ્તુ મે ।।

સ્તુતિ: ઉપર મુજબ

જપમંત્ર: ૐ ઐં હીં કલીં કુષ્માંડાયૈ નમઃ
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like