અનેક પ્રકારનાં સુખ આપનાર મા ચામુંડા વ્રત

આ વ્રત કોઈ પણ વર્ણનાં નર-નારી કરી શકે છે. કુંવારી કન્યાથી માંડીને સોહાગણ સ્ત્રી અને વિધવા કે વૃદ્ધા પણ કરી શકે છે. પુરુષો પણ આ વ્રત કરીને શક્તિ, સ્વાસ્થ્ય, સુખ અને સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે. કોઈ યુવાન કે યુવતીની ઉંમર મોટી થઈ ગઈ હોય અને કોઈ કારણસર ગૃહ નડતર, ગરીબી અથવા અન્ય કોઈ કારણે યોગ્ય જીવનસાથી ન મળતા હોય એ જો પૂર્ણ ભકિતભાવ અને શ્રદ્ધાથી આ વ્રત કરે તો અવશ્ય તેની મનોકામના પૂર્ણ થાય છે અને એને યોગ્ય જીવનસાથી મળી જાય છે.

કોઈ સ્ત્રીને પતિ સુખની પ્રાપ્તિ ન થતી હોય, કોઈ કારણસર પતિ એનાથી દૂર રહેતો હોય એ સ્ત્રી જો આ વ્રત કરે અને એનો પ્રસાદ પતિને આપે તો પતિ કાયમના માટે એનો બનીને રહે છે. એ જ રીતે પતિને પત્ની સાથે અણબનાવ હોય, પત્ની પિયરથી આવતી ન હોય એવા પુરુષ જો આ વ્રત કરે તો તેની પત્ની સદાયના માટે એને વશ થઈ જાય છે. આ વ્રત એવું અદભુત અને ચમત્કારિક છે કે પૂર્ણ ભકિતભાવ અને શ્રદ્ધાથી કરનારની ગરીબી-દરિદ્રતા અવશ્યક દૂર થાય છે.

ભાડાના મકાનમાં રહેનારને પોતાની માલિકીનું ઘર પ્રાપ્ત કરી શકે છે. વેપાર-ધંધામાં અણધાર્યો લાભ થાય છે. નોકરી-પ્રાપ્ત થાય છે. વાંઝિયાને સંતાન, નિર્ધનને ધનધાન્ય, દરિદ્રને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કોઢિયાના કોઢ દૂર થાય છે. મહારોગમાંથી મુકિત મળે છે. આ વ્રતથી દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે. વિદ્યાર્થીની યાદશકિત વધે છે. સફળ મનોરથ પૂર્ણ કરનાર આ વ્રત કરનાર ભાવિકજનોનો મા ચામુંડા તત્કાળ હાથ ઝાલે છે.

મા ચામુંડાનું વ્રત રવિવારનું છે. રવિવારે સૂર્યાસ્ત થઈ જાય પછી એક બાજોડ પર કે પાટલા પર લાલ વસ્ત્ર પાથરી તેના પર ત્રણ મુઠી ચોખા કે ઘઉં મૂકી, એના પર મા ચામુંડાની છબી મૂકવી, એક ટાણું કરવું, માની છબીને ચાંલ્લો કરી અક્ષતથી વધાવવા. ઘીનો દીવો માના જમણા હાથે મૂકવો, ત્રણ અગરબત્તી કરવી, નાગરવેલના પાન પર સોપારી મૂકવી. વાર્તા વાંચતી કે સાંભળતી વખતે હાથમાં અક્ષત રાખવા. વાર્તા પૂર્ણ થયે એ ચોખાથી માને વધાવવા. શક્ય હોય તો સુખડીનો પ્રસાદ કરવો પણ ભૂલથીયે એ પ્રસાદ પ્રસાદ સવાર સુધી ન રાખવો. પછી થાળ, ચાલીસા તથા અષ્ટોત્રનામ માળનું પઠન કરવું.•

You might also like