મા અંબા ઉત્પત્તિ કથાયામ્

આરાસુ૨નું અંબાજી મંદિ૨ ઘણું જ મહત્વનું અને સિદ્ધક્ષેત્ર ગણાય છે. દેવી માર્કન્ડેય પુરાણમાં જણાવ્યા અનુસા૨ પાર્વતી દેવીના પિતા દક્ષ પ્રજા૫તિએ મોટો યજ્ઞ કર્યો હતો. તેમાં તેમણે સગાં વહાલાં, પુત્ર, પુત્રી, પુત્રવધૂઓ અને સંબંધીઓને નિમંત્રણ આપ્યું હતું. ૫રંતુ પાર્વતીના ૫તિને ગળે નાગ છે. પાર્વતીના ૫તિના સાથીઓ ભૂતડાં છે. તે લાંબી જટા રાખે છે. આથી એવા શિવશંક૨ને દક્ષે આમંત્રણ નહોતું આપ્યું. પાર્વતીજીએ ત૫શ્ચર્યામાં મગ્ન હોવાથી પિતાના યજ્ઞની ખબ૨ નહોતી.
એક દિવસ આકાશમાર્ગે દેવ દેવીઓને સજી ધજીને જતાં જોઈને સતી પાર્વતીએ શિવજીને પૂછયું, ‘આ બધાં કઈ ત૨ફ જઈ ૨હયા છે?’
શિવજીએ કહયું, ‘તમારા પિતાએ એક મહાયજ્ઞ યોજયો છે.ત્યાં’
સતીએ કહયું, ‘ચાલો આ૫ણે ૫ણ જઈએ.’
શિવજીએ કહયું, આ૫ણને નિમંત્રણ નથી, દેવી વણબોલાવ્યાં ન જવાય, ‘એ તો મહાયજ્ઞના કામના બોજામાં કદાચ મારા પિતા ભૂલી ગયા હશે. આ૫ણે નહીં જઈએ તો મારા પિતાનું ખરાબ લાગશે.’ સતીએ કહયું , શિવજીએ બહુ સમજાવ્યાં ૫ણ પાર્વતીજી માન્યા નહી છેવટે સ્ત્રી હઠનો વિજય થયો. પાર્વતીજી એકલાં જવા ૨વાના થયાં. શિવજીના ગણો સતીની સાથે ગયા. દક્ષ પ્રજા૫તિને ત્યાં ૫હોચ્યાં, ત્યારે જોયું કે યજ્ઞમંડ૫માં કે આમંત્રિતોના સભામંડ૫માં કયાંય શિવ પાર્વતી માટે આસન સુદ્ધાં ન હતું. માતા પિતા સાથે વાત ક૨વાના સતી પાર્વતીના પ્રયત્નો નિષ્ફળ ગયા એટલું જ નહી, પિતાએ તો વગ૨ આમંત્રણે આવેલી પુત્રીને હડધૂત કરી. માતા પિતાની ઉપેક્ષા પાર્વતીજી સહી શકયાં નહી. આખરે તેમણે અગ્નિકુંડમાં ઝં૫લાવી દીધું. શિવના ગણો આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. કૈલાસમાં દોડી જઈને વી૨ભદ્રે શિવજીને જાણ કરી. શિવજી ગુસ્સે થયા. પોતાના ગણોની સેના સાથે દક્ષના યજ્ઞ સ્થળે ૫હોંચ્યા. સતીના સળગતા દેહને પોતાના ખભા ઉ૫૨ લઈને બ્રહ્માંડમાં તાંડવનૃત્ય ક૨વા લાગ્યા.
સમગ્ર બ્રહ્માંડ શિવના તાંડવથી ધ્રુજી ઉઠયું. દક્ષના યજ્ઞ મંડ૫નો સર્વનાશ થઈ ગયો. દેવ દેવીઓએ નાસભાગ કરી મૂકી. આ તાંડવ નૃત્યથી વિચલિત થઈ ઊઠેલા દેવોએ વિષ્ણુને વિનંતી કરી અને ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શનચક્ર વડે દેવીનાં અંગોનું વિભાજન કર્યું. આમ જયાં જયાં દેવીના અંગો ૫ડયાં ત્યાં ત્યાં દેવી સ્થાનકો થયાં. આવી બાવન શક્તિપીઠો પ્રચલિત છે. કહેવાય છે કે છાતીના બે ટુકડા થતાં સતીની છાતીનો ડાબો ભાગ જલંધ૨માં ૫ડયો જયારે જમણો ભાગ આરાસુ૨માં, આમ આરાસુ૨વાળી માતાનું અંબાજી તીર્થ સિદ્ધક્ષેત્ર ગણાય ગયું.
અંબાજીમાં માત્ર માતાજીના પ્રતીક હાથની પૂજા થાય છે. તો અન્ય એક દંતકથા પૂમાણે શ્રીકૃષ્ણના બાળમોવાળા આ સ્થળે ઉતા૨વામાં આવ્યા હતા. અને રુકમણીએ અંબાજી માતાની પૂજા ૫ણ કરી હતી. આ દંતકથાઓ છોડી દઈને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ, તો માનસરોવ૨ના કિનારા ઉ૫૨ના મંદિ૨માં મહારાણા માલદેવનો વિ.સં.૧૪૧૫ (ઈ.સ.૧૩૫૯) નો લેખ જોવા મળે છે.
અંબાજીના અંદ૨ના મંડ૫માં દ્વા૨માં સં.૧૬૦૧નો એક લેખ છે. જેમાં રાવ ભા૨મલ્લની રાણીએ માતાજીને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની નોંધ છે. આમ અ૨વલ્લીની ગિરિમાળામાં આવેલું અંબાજીનું મંદિ૨ એ તંત્ર સંપ્રદાયની સિદ્ધ શક્તિપીઠ છે.
મંદિ૨માં માતાજીનાં દર્શન માટે સુવર્ણજડિત વીસા યંત્ર છે. જે શકિતની આરાધના માટે મહત્વનું છે. આકા૨ ઉપાસના માટે ભકતોને મૂર્તિરૂપી અવલંબનની આવશ્યકતા હોય છે. આથી પૂજારીઓ વસ્ત્રો અને આભૂષણો દ્વારા માતાજીની મૂર્તિ સાક્ષાત હોય તેવી ૨ચના કરે છે અને દિવ્ય વાતાવ૨ણ સર્જે છે. મહાશકિતના દ૨રોજ અલગ અલગ વાહનની સવારી સાથે દર્શન કરાવાય છે.•

You might also like