રેલીમાં આપ સાંસદ ભગવંત માને કહ્યું, મા કસમ હવે દારૂ નહીં પીઉં

ચંડીગઢ: જાણીતા કોમેડિયન આમ આદમી પાર્ટીના પંજાબ એકમના પ્રમુખ તેમજ સંગરૂરથી લોકસભા સાંસદ ભગવંત માને દારૂ છોડી દેવાની જાહેરાત કરી છે, પંજાબના બરનાલામાં એક રેલી દરમિયાન માને દારૂ નહીં પીવા માટે માતાની કસમ ખાધી હતી અને તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

આ વાતની જાણકારી દિલ્હીના ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટમાં આપ્યું છે. આ ઉપરાંત સિસોદિયાના ટ્વિટને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ રિ-ટ્વિટ કરીને સમર્થન આપ્યું છે.

આપ નેતા મનીષ સિસોદિયાએ પોતાની ટ્રિટમાં લખ્યું કે બરનારા રેલીમાં ભગવંત માનની જાહેરાત ૧ જાન્યુઆરીથી તેમણે સંકલ્પ લીધો છે કે હવે તેઓ દારૂને હાથ નહીં લગાવે. તેમણે મંચ પર પોતાના માની કસમ ખાઈને પંજાબની જનતાને વાયદો કર્યો છે કે પોતાનાં તન, મન, ધનથી તેઓ પંજાબની સેવા કરશે.

ઉલ્લેખનીય છે કે ભગવંત માન પર દારૂ પીને સંસદમાં આવવા ઉપરાંત ઘણીવાર જનસભાઓમાં પહોંચવાનો પણ આક્ષેપ લાદી ચૂક્યો છે. માનની આદતના કારણે પાર્ટીએ ઘણી વખત પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે. કેજરીવાલની હાજરીમાં તેમણે પોતાની માતાનો હાથ પકડીને તેમણે જાહેરાત કરી છે કે મારા રાજકીય વિરોધીઓ હંમેશાં મારી વિરુદ્ધ આક્ષેપ કરતા રહે છે અને કહે છે કે ભગવંત માન દારૂ પીવે છે તેમજ દિવસ-રાત નશામાં રહે છે. ભાઈઓ જ્યારે પણ હું સોશિયલ મીડિયામાં મારા જૂના વીડિયો જોઉં છું ત્યારે મને દુઃખ થાય છે. મને બદનામ કરવામાં આવે છે. મેં ૧ જાન્યુઆરીથી દારૂનો ત્યાગ કર્યો છે અને હવે જિંદગી ભર તેનાથી દૂર રહીશ.

કેજરીવાલે કહ્યું હતું કે મિત્રો ભગવંત માને મારું દિલ જીતી લીધું છે તેમણે મારું નહીં સમગ્ર પંજાબનું દિલ જીતી લીધું છે. નેતા તેમના જેવા હોવા જોઈએ. જે લોકો માટે કોઈ પણ પ્રકારની કુરબાની આપવા તૈયાર થાય. આટલો મોટો સંકલ્પ લેવો કોઈ નાની વાત નથી.

You might also like