‘નવું વર્ષ મંગલમય અને પ્રગતિકારક નીવડે’: CM રૂપાણીએ નવા વર્ષની નાગરિકોને શુભેચ્છા પાઠવી

સીએમ રૂપાણીએ ગાંધીનગરના પંચદેવના મંદિરે દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના લોકોને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી છે. નવા વર્ષની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, નવુ વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારકર નીવડે તેવી શુભેચ્છા.

સીએમ રૂપાણીએ કહ્આયું કે આપનું આરોગ્ય તંદુરસ્ત રહે તેવી અંતઃકરણપૂર્વક શુભકામનાઓ. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે સીએમના નિવાસ સ્થાને પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના પંચદેવના મંદિરના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી છે. ગાંધીનગરના પંચદેવના મંદિરે દર્શન કર્યા બાદ સીએમ રૂપાણીએ મંદિરમાં પૂજા અર્ચના અને આરતીનો પણ લાભ લીધો.

સીએમ રૂપાણી મંદિરે દર્શન કરતા આવતા ત્યાં હાજર ભક્તોએ પણ સીએમને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને સીએમ રૂપાણીએ પણ લોકોને મળીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી.

મહત્વની વાત છે કે, મુખ્યમંત્રી રૂપાણીના નિવાસ સ્થાને પણ નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવે છે. જેમાં રાજ્યપાલ પણ હાજર રહે છે અને નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવે છે.

You might also like