પતિ સાથે કેમ જતી રહી તેમ કહીને પ્રેમીઅે મોઢા પર છરીના ઘા ઝીંક્યા

અમદાવાદ: શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલ બજારમાં ગઇ કાલે ધોળા દિવસે એક પરિણીતાના મોઢા પર તેનાે પ્રેમી આડેધડ છરીઓના ઘા ઝીંકીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ‘તું કેમ મારી સાથે રહેતી નથી, તારા પતિ સાથે રહેવા માટે કેમ જતી રહી’ તેમ કહીને પ્રેમીએ પરિણીતાના મોઢા પર છરીઓ મારી હતી.

પરિણીતા પર હુમલો કર્યા બાદ પ્રેમીએ તેના પતિને ફોન કરીને કહ્યું હતું કે ‘વો જિન્દા હૈ કી મર ગઇ હૈ, જીતની બાર બચેગી ઇતની બાર મારુંગા’.  કુબેરનગરમાં રહેતી ગંગાબહેન પરમાર કુબેરનગર વિસ્તારમાં આવેલા બજારની એક દુકાનમાં નોકરી કરવા માટે જાય છે, જ્યાં તેમને રોહન સાહુ નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો.

બન્ને વચ્ચે પ્રેમ એ હદે વધી ગયો કે ગંગાબહેન તેમના પિતા અને પુત્રને મૂકીને રોહન સાથે ૧૬ ‌િડસેમ્બર, ર૦૧૭ના રોજ કાનપુર ભાગી ગયાં હતાં. બે મહિના રોહન સાથે રહ્યા બાદ ગંગાબહેનને પતિ અને પુત્રની યાદ આવતાં તે રોહનને છોડીને તેમના ઘરે પરત આવ્યાં હતાં. છેલ્લા ત્રણ મહિનાથી ગંગાબહેન રોહન સાથેનો સંબંધ તોડીને તેમના પરિવાર સાથે રહેતાં હતાં.

ગઇ કાલે ગંગાબહેન નોકરી પર ગયાં હતાં ત્યારે રોહન તેમને મળ્યો હતો. ‘તું કેમ મારી સાથે રહેતી નથી, તારા પતિ સાથે રહેવા માટે કેમ જતી રહી’ તેમ કહીને રોહન ગંગાબહેનના ગાલ પર ઉપરાછાપરી છરીઓના ઘા ઝીંકીને ફરાર થઇ ગયો હતો. ઉમેશભાઇને સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સરદારનગર પોલીસે આ મામલે રોહન વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

You might also like