અમદાવાદ: જીએસટીનો મહત્તમ રેટ ૪૦ ટકા લેવાનું કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંમતિ સધાઇ ગઇ હોવાની વિગતો બહાર આવી છે, જેના પગલે હવે લક્ઝુરિયસ ચીજવસ્તુઓ સહિત, તમાકુ અને તમાકુની બનાવટ તથા લક્ઝુરિયસ ગાડીઓના રેટ ૪૦ ટકા થઇ શકે છે તેવો ટેક્સ નિષ્ણાતોનો મત છે.
નોંધનીય છે કે આ અગાઉ જીએસટી કાઉન્સિલે ઝીરો ટકા ટેક્સ સ્લેબની સાથે ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા એમ પાંચ સ્લેબમાં જીએસટી લેવા નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ રાજ્યોને વેટ તથા અન્ય ટેક્સની સામે જીએસટીની અમલવારી કર્યા બાદ રાજ્યોને થતા નુકસાનીના સંપૂર્ણ વળતર પેટે પાંચ વર્ષ સુધી ચુકવણું કરવાનો નિર્ણય કર્યો છે અને તેના પગલે સરકાર પણ હવે ટેક્સની આવક વધે તે માટે સોર્સ શોધી રહી છે.
http://sambhaavnews.com/