ડિલિવરી આપવા જઈ રહેલી વિદેશી દારૂ ભરેલી બે લક્ઝુરિયસ કાર ઝડપાઈ

અમદાવાદ: રાજસ્થાનથી યુકિતપૂર્વક લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સૌરાષ્ટ્રમાં ડિલિવરી આપવા જઇ રહેલી બે કારને સ્થાનિક પોલીસે આબાદ ઝડપી લઇ વિદેશી દારૂના જથ્થા સાથે રૂ.૧૬ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક ઇનોવા કાર અમરેલી-બાબરા રોડ પરથી પસાર થવાની હોવાની જાણ થતાં પોલીસે વોચ ગોઠવી ફિલ્મી ઢબે એક લકઝુરિયસ કારને ઝડપી લઇ તેની જડતી કરતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારનો ચાલક અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હતો.

આ ઉપરાંત રાજકોટમાં ૮૦ ફૂટ રોડની ચોકડી નજીક પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં મોડી રાત્રે એક કાર પૂરઝડપે પસાર થતાં પોલીસે રોકી કારચાલક ફારુક મજીદ સાંજાની પૂછપરછ કરતાં તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જેથી પોલીસે કારની જડતી કરતાં તેમાંથી વિદેશી દારૂની ૩પ પેટી મળી આવી હતી. પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like