ગેરકાયદે મુસાફરો બેસાડતી ૧૮ કાર, બે લક્ઝરી ડિટેઈન

અમદાવાદ: એસટીના વિજિલન્સ વિભાગ દ્વારા અવારનવાર ખાનગી વાહનો સામે ધોંસ બોલાવી વાહનો ડિટેઇન કરવામાં આવે છે. ગઇ કાલે અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર ખાનગી વાહનોમાં ચાલતી મુસાફરી પર લાલ આંખ કરતાં એસટી વજિલન્સ, આરટીઓ, પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગેરકાયદે ખાનગી વાહનોમાં મુસાફરી કરાવતી 18 કાર અને બે લકઝરી ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર એસટી બસની રાહ જોઇને ઊભા રહેલા મુસાફરોને બૂમને પાડી પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી માટે દબાણ કરતા હોવાની વિગતો એસટીના વિજિલન્સ વિભાગના ધ્યાને આવી હતી, જેને લઇને ગઇ કાલે એસટી વિજિલન્સ વિભાગે આરટીઓ તથા પોલીસ સાથે લાઇનઅપ કરીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

એસટી, આરટીઓ તથા પોલીસનો 100 કરતાં વધુનો કાફલો સીટીએમ સર્કલ પર આવેલા અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવેના એસટી બસસ્ટેન્ડ પર ત્રાટક્યાે હતાે. ઓપરેશન દરમ્યાન 16 કાર અને બે લક્ઝરી બસચાલક એસટી બસના ભાડા પ્રમાણે મુસાફરોને બેસાડતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એસટી બસની આવક પર અસર પડતાં તેમજ આરટીઓમાં પ્રાઇવેટ પા‌િસંગની કાર કરાવીને તેનો ટ્રાવેલ્સ તરીકે ઉપયોગ કરતાં આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આરટીઓ દ્વારા તમામ વાહનો ‌િડટેઇન કરવામાં આવ્યાં છે.
visit : www.sambhaavnews.com

You might also like