ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં બેનાં મોતઃ દસ મુસાફરોને ઈજા

અમદાવાદ: અમદાવાદ રૂરલના વટામણ-પીપળી રોડ પર મોટી બોરુ ગામ પાસે અાજે વહેલી સવારે એક ખાનગી લકઝરી બસ પલટી ખાઈ જતાં બે મુસાફરોના ગંભીર ઈજા થવાના કારણે મોત થયાં હોવાનું અને દસ મુસાફરોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે.

વટામણ-પીપળી રોડ પર મોટી બોરુ ગામના પા‌િટયા નજીકથી અાજે વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે એક ખાનગી લકઝરી બસ પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરને ઝોકું અાવી જતાં બસ પલટી ખાઈ ગઈ હતી.  બસ પલટી ખાતાં જ બસમાં બેઠેલા મુસાફરોએ ચીસાચીસ કરી મૂકતાં ગમગીની છવાઈ ગઈ હતી. અા અકસ્માતમાં બસમાં બેઠેલ મુસાફરો પૈકીનાં બેનાં મોત થયાં હતાં જ્યારે દસને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં કોઠ પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અા ઉપરાંત અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે સ્કો‌િર્પ‌યો ગાડી અને ટ્રેલર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતાં એક યુવતીનું મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે લંડનથી દીકરીના વેવિશાળ માટે અત્રે અાવેલા પ્રજાપતિ પરિવારના સભ્યો અમદાવાદ તરફ સ્કો‌િર્પયો ગાડીમાં અાવી રહ્યા હતા ત્યારે ચોટીલા નજીક અા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યોગીતાબહેન હસમુખભાઈ ચાવડા (ઉં.વ.૩૫)નું ગંભીર ઈજા થવાના કારણે મોત થયું હતું જ્યારે છ જણાને ઈજાઓ પહોંચી હતી. અા અકસ્માતમાં સ્કો‌િર્પયો ગાડીનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. બનાવની જાણ થતાં જ ચોટીલા પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like