ખાનગી લકઝરી બસ નાળામાં ઊતરી જતાં અકસ્માતઃ તમામ મુસાફરોનો અદ્દભૂત બચાવ

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ખાનગી લકઝરી બસ નાળામાં ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં ૧૫ જેટલા મુસાફરોને નાનીમોટી ઈજા પહોંચી હતી જોકે ખિચોખીચ મુસાફરોથી ભરેલી અા બસને અકસ્માત નડતા કોઈ જાનહાની થઈ ન હતી.

અા અંગેની વિગત એવી છે કે ડિસાથી જામનગર તરફ જઈ રહેલી ખાનગી લકઝરી બસ વહેલી સવારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક અાવેલા જલારામ મંદિર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસના ચાલકને ઝોકુ અાવી જતાં તેને સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ નાળાની દિવાલ તોડી નાળામાં ઉતરી ગઈ હતી. અા ઘટના બનતા બસમાં બેઠેલા મુસાફરોએ ચિસાચિસ કરી મૂકી હતી. જોકે સદનસીબે અા ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ૧૫ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામને ચોલિટાની સરકાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા.

અા ઘટનાને પગલે રોડનો બંને તરફનો ટ્રાફિક જામ થઈ જતાં અનેક વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈ ટ્રાફિક રાબેતામુજબ કર્યો હતો અને અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like