શપથવિધિ સમારોહમાં દિગ્ગજો સામેલ, મળશે શાહી ભોજનની મિજબાની, જાણો મેનુ

આજે વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે શપથવિધિ કરવા જઈ રહ્યા છે અને રાજ્યનું મંત્રીમંડળ પણ શપથ ગ્રહણ કરશે. એવામાં આજના શપથવિધિ સમારોહમાં ભાજપના દિગ્ગજો, વડાપ્રધાન મોદી, અમિત શાહ અને દેશના 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ થવા જઈ રહ્યા છે.

એવામાં ગુજરાત મિજબાનીમાં ચૂકવા માગતું નથી. મહેમાનોના સ્વાગત માટે શાહી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અલગ અલગ ડિશની સાથે અલગ પ્રકારના મિષ્ઠાન અને અલગ અલગ સૂપ પીરસવામાં આવશે. જુઓ મેનુ.

1)વેલકમ ડ્રીંક
મસાલા સિકંજી, ગુલાબ સરબત

2)અપેટાઈઝર
ટમ ટમ ઢોકળા, ખાંડવી, લીલવા પાત્રા,

3)શુપ
ટમાટો ધનિયા સોરબા

4)સલાડ
ફાર્મ ફ્રેશ ગ્રીન સલાડ, મસાલાવાલા સફેદ ઓર કાલા ચનાચાટ, ચનાચોર ગરમ, પાપડ ચુરી, રશીલા અનાનસ અને શબ્જીકા લછ્છા, મિક્ષ સ્પ્રાઉટ સલાડ

5)મેઈન કોર્ષ
લીલવા કચોરી, નવતાડ સમોસા, મટર પનિર, તંદૂરી શબ્જ મસાલા, આલુ મટર, ઉંધીયુ, દાલ તડકા, ગુજરાતી કઢી, જીરા ધનિયા પુલાઉ, મસાલા ભાખરી, રોટલી,
અજવાઈન પરાઠા, દહીવડા, પાપડ, પીકલ, ચટની, મસાલા છાશ

6) ડેઝર્ટ
મોહનથાળ, રાજભોગ, જલેબી, તલવાળી ગુલફી, મુખવાસ

You might also like