15 વર્ષની જાહ્નવીએ કન્હૈયા કુમારને ફેંક્યો ખુલ્લો પડકાર

લુધિયાણા: રક્ષા જ્યોતિ ફાઉન્ડેશનની નામની એક એનજીઓની સક્રિય યુવા સભ્ય અને ડીએવી સ્કૂલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરતી જાહ્નવી બહલે દેશદ્રોહના મામલે જામીન પર મુક્ત થયેલા જેએનયૂ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમારને ચર્ચા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે.

જાહ્નવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આપેલા કન્હૈયા કુમારના ભાષણોની નિંદા કરતાં કહ્યું કે ત્યે ગમે ત્યારે કન્હૈયા કુમાર સાથે આ વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે. જાહ્નવીએ કહ્યું કે કન્હૈયા કુમારને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દોનો પ્રયોગ ન કરવો જોઇએ. વડાપ્રધાન દેશનું પ્રતિનિધિત્વ કરે છે. જો તેમને જ અપમાનિત કરવામાં આવશે તો દેશની આબરૂ પર ખરાબ અસર પડશે. કન્હૈયા કુમાર રાજકારણથી પ્રેરિત થઇને આ પ્રકારની નિવેદનબાજી કરી રહ્યાં છે.

તેમણે કહ્યું કે જવાહર લાલ નહેરૂ યુનિવર્સિટીનું એક વિશિષ્ટ સ્થાન છે, પરંતુ કેટલાક લોકો પોતાના રાજકારણને ચમકાવવા માટે યુવાવર્ગને ભ્રમિત કરી માહોલ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. દરેક વ્યક્તિને ભારતન સંવિધાન દ્વારા વિશેષ મૌલિક અધિકાર આપવામાં આવ્યો છે. તે કન્હૈયા કુમાર સથે ચર્ચા કરવા માટે તૈયાર છે જેથી તે કન્હૈયા કુમાર દ્વારા સીધી દેશ વિરોધી કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપી શકે.

You might also like